મનોરંજન

બોક્સ ઓફિસ પર રેડ 2 નો જલવો યથાવત! 31માં દિવસે છાપ્યા આટલા કરોડ રૂપિયા…

મુંબઈઃ બોલિવુડ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) ફિલ્મ ‘રેડ 2’ (Raid 2) રિલિઝ થયાના 31 દિવસ બાદ પણ બોક્સ ઓફિસમાં દર્શકોને આકર્ષી સિનેમાઘર સુધી લાવી રહી છે. અજય દેવગણ અને રિતેશ દેશમુખની આ ફિલ્મ હજી પણ રૂપિયા છાપી રહી છે. બોક્સ ઓફિસ કલેક્શન (Raid 2 Box Office collection)ની વાત કરવામાં આવે તો, 166.85 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, રિતેશ દેશમુખ (Riteish Deshmukh) અને વાણી કપૂરે (Vaani Kapoor) લીડ રોલમાં અભિનય કર્યો છે. ‘રેડ 2’ 1મી મે 2025ના રોજ રિલિઝ થઈ હતી. આ ફિલ્મને આજે 31 દિવસ થઈ ગયાં છે. એક મહિના બાદ ફિલ્મ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે.

રેડ 2 એ 31 દિવસમાં 166.85 કરોડ રૂપિયા છાપ્યા
‘રેડ 2’એ અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ની સિક્વલ છે. ‘રેડ’ ફિલ્મ 2018 માં રિલિઝ થઈ હતી. ‘રેડ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તેની સફળતા જોઈને, નિર્માતાઓ ‘રેડ 2’ લાવ્યા અને તેણે કોઈને નિરાશ નથી કર્યાં. હવે આ ફિલ્મના 31મા દિવસના આંકડા બહાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મે શુક્રવારે સ્થાનિક બોક્સ ઓફિસ પર 1.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હવે તેનું કુલ કલેક્શન 166.85 કરોડ રૂપિયા થઈ ગયું છે.

રેડ 2 બોક્સ ઓફિસ કમાણી (પ્રતિદિન)

દિવસકમાણી (રૂપિયામાં)દિવસકમાણી (રૂપિયામાં)
દિવસ 119.25 કરોડદિવસ 174.15 કરોડ
દિવસ 212 કરોડદિવસ 185.65 કરોડ
દિવસ 318 કરોડદિવસ 191.85 કરોડ
દિવસ 422 કરોડદિવસ 202.25 કરોડ
દિવસ 57.5 કરોડદિવસ 211.75 કરોડ
દિવસ 67 કરોડદિવસ 221.75 કરોડ
દિવસ 74.75 કરોડદિવસ 231.00 કરોડ
દિવસ 85.25 કરોડદિવસ 241.85 કરોડ
દિવસ 95.00 કરોડદિવસ 252.4 કરોડ
દિવસ 108.25 કરોડદિવસ 260.75 લાખ
દિવસ 1111.75 કરોડદિવસ 270.85 લાખ
દિવસ 124.85 કરોડદિવસ 280.7 લાખ
દિવસ 134.5 કરોડદિવસ 290.7 લાખ
દિવસ 143.25 કરોડદિવસ 300.60 લાખ
દિવસ 153.00 કરોડદિવસ 311.515 કરોડ
દિવસ 163.00 કરોડકુલ કમાણી166.85 કરોડ

‘રેડ 2’ માં અજય દેવગણ અને રિતેશ દેશમુખ બંને સ્ટાર્સના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે. શનિવારે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે. વીકેન્ડ હોવાથી ‘રેડ 2’ પર રૂપિયાનો વરસાદ થયો છે. 31મા દિવસે પણ આ ફિલ્મે 1.5 કરોડ રૂપિયા છાપ્યા છે. મેકર્સને આશા છે હજી પણ આ ફિલ્મ વધારે કમાણી કરશે. આ ફિલ્મ હજી કમાણી કરશે તેનું એક કારણ પણ છે. કારણે કે, અત્યારે ‘રેડ 2’ને ટક્કર આપે તેવી ફિલ્મ સિનેમાઘરોમાં આવી નથી. ભૂલ ચૂક માફ (Bhool Chuk Maaf), કેસરી વીર (Kesari Veer) અને ટોમ ક્રુઝની મિશન ઇમ્પોસિબલ 8 (Mission Impossible 8) ફિલ્મ અત્યારે બોક્સ ઓફિસ ચાલી રહી છે પરંતુ આ દરેકને અજયની ફિલ્મ ટક્કર આપી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button