મનોરંજન

જાદુગરનો જાદુ પણ ઈમ્પ્રેસ ન કરી શક્યો કપૂર ખાનદાનની આ પ્રિન્સેસનેઃ જૂઓ વાયરલ વીડિયો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડલી નાનકડી રાહા તેની કાલીઘેલી ભાષા અને નટખટી હાવભાવથી બધાને તેની પ્રશંસા કરતા કરી મૂકે છે. આટલી નાની હોવા છતાં પણ તે સ્ટાર બની ગઇ છે. હાલમાં તે બર્થડે બેશમાં દાદી નીતુ કપૂર સાથે સામેલ થઇ હતી અને મોજમજા કરતી જોવા મળી હતી.

કરીના કપૂરે હાલમાં મુંબઇમાં તેના પુત્ર જેહ માટે બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીના કેટલાક વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક જાદુગર કપૂર ખાનદાનની લાડલી દીકરી રાહા માટે જાદુ કરી રહ્યો છે અને રાહા તેને અપલક નયને જોઇ રહી છે. રાહાની પ્રતિક્રિયાએ ચાહકોને ઋષિ કપૂરની યાદ અપાવી દીધી હતી.

આ પણ વાંચો: દાદુ રણધીર કપૂરનો બર્થ ડે મનાવવા પહોંચી રણબીર-આલિયાની લાડલી, દાદી સાથે…

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જાદુગર રાહા અને ત્યાં ઉપસ્થિત નાના બાળકોનું મનોરંજન કરી રહ્યો છે. રાહા તેની પાસેના સીપરમાંથી પાણી પી રહી હતી. રાહા જાદુગરનો જાદુ પૂરો થાય ત્યાં સુધી ત્યાં ઊભી રહી હતી અને પછઈ ત્યાંથી જતી રહી હતી.તેણે સુંદર વાઇટ ફ્રોક પહેર્યું હતું.

રાહાની પ્રતિક્રિયા જોઇને બધાને ઋષિ કપૂરની યાદ આવી ગઇ. બધા કહેવા લાગ્યા કે તે ડિ્ટ્ટો એના દાદા જેવી છે. રાહા જે રીતે કંઇ પણ ભાવ આપ્યા વિના ત્યાંથી જતી રહી એ જોઇને બધાને તે ઋષિ કપૂર જેવી લાગી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે તેનામાં દાદાના જ જીન્સ આવ્યા છે. એમને પણ કંઇ પસંદ ના પડે ત્યારે તેઓ કંઇ પણ પ્રતિક્રિયા આપ્યા વિના એ સ્થળેથી જૂર જતા રહેતા હતા. બેબા રાહા પણ દાદાના નક્શા કદમ પર ચાલી રહી છે. તેને જાદુ નહીં પસંદ આવ્યો હોય.

જેહના જન્મ દિવસની ઉજવણી

બધાને તો એમ જ હતું કે આ રણધીર કપૂરના બર્થડે માટે કરીના અને સૈફે પાર્ટી રાખી છે, કારણ કે તેમનો બર્થ ડે 15 ફેબ્રુઆરીના આવે છે. પણ જ્યારે જાદુગરે ઇન્સ્ટાગ્રામ પર કરીના કપૂર સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં ખુલાસો થયો હતો કે તેણે જેહના બર્થ ડે માટે આ પાર્ટી રાખી હતી અને તેમાં જાદુગરે તેનો શો કર્યો હતો. જોકે, જેહનો બર્થ ડે તો 21 ફેબ્રુઆરીએ આવે છે, તેથી એમ લાગે છે કે કપૂર પરિવારે સંયુક્ત રીતે રણધીર કપૂર અને જેહની બર્થડેની ઉજવણી કરી હતી. આ પાર્ટીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગેરહાજર હતા. જોકે, આ પાર્ટીમાં કરિશ્મા કપૂર, મુકેશ અંબાણીની પૂત્રવધુ શ્લોકા, મલાઇકા અરોરા અને અમૃતા અરોરા હાજર રહ્યા હતા. કરીના કપૂરે પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા. જોકે, કરીનાએ પાપારાઝીઓને અને ફોટોગ્રાફર્સને યાદ અપાવી હતી કે તેો તેમના બાળકોના ફોટા ખેંચે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button