રાહા કપૂરની ઓવરલોડ ક્યૂટનેસનો વીડિયો થયો વાઇરલ
મુંબઈ: સેલિબ્રિટિઝના બાળકોની એક ઝલક જોવા માટે લોકો તત્પર થઈ જાય છે. આ બાળકોની તસવીરને કૅમેરામાં કેદ કરવા માટે લોકો પડાપડી કરે છે, જોકે અનેક વખત સેલિબ્રિટિઝ પોતે જ તેમના બાળકોની તસવીરો શેર કરતાં હોય છે. તાજેતરમાં અભિનેત્રી અલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂરની એક ક્યૂટ ઝલખ કૅમેરામાં કેદ થઈ હતી. રાહા કપૂરનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
અલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરી રાહા કપૂરનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહાને તેની માસી શાહીન ભટ્ટે તેડી હતી. આ ક્યૂટ વીડિયોમાં શાહીન ભટ્ટે રાહાને ખોળામાં તેડીને લઈ જતી દેખાઈ રહી છે. રાહાએ પિન્ક ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. આ સાથે રાહાએ વાળની બે નાની ચોટલીઓ પણ વાળી છે જેમાં તે ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે.
રાહા આ દરમિયાન તેની તસવીર પાડવા માટે આવેલા લોકોને તેની મોટી-મોટી આંખોથી જોઈ રહી હતી. રાહાના આ ક્યૂટ વીડિયો સાથે તેની અમુક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે તે તેના નાનીના ઘરની બહાર ઊભી છે અને તે તેની માસીના ખોળામાં છે. આ વીડિયોમાં સોની રજદાન પણ જોવા મળી રહ્યા છે.
રાહાએ પોતાના ક્યૂટ ચાર્મથી લોકોના દિલ જીતી લીધા છે. તેમ જ રાહાની ક્યૂટનેસ પર લોકો ઓવરી ગયા હતા અને આ વાઇરલ વીડિયોના નીચે ‘ક્યુટી રાહા’, ‘વેરી ક્યૂટ’ એવી કામેન્ટ્સ પણ કરી રહ્યા છે.