પપ્પા રણબીરનો હાથ પકડીને પા પા પગલી ભરતી જોવા મળી રાહા
બોલિવૂડનો ડેશીંગ હિરો રણબીર કપૂર આજકાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે નિખિલ કામથની યુટ્યુબ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ વિશે દિલ ખોલીને વાત કરી હતી. હવે રણબીરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પાપા રણબીર તેની ડિઅરેસ્ટ દીકરી રાહા સાથે જોવા મળી રહ્યો છે અને એમા ંખાસ વાત તો એ છે કે સામાન્ય રીતે મોઢું ફુલાવીને જ રહેતી ક્યુટ બેબી રાહા એમાં હસતી જોવા મળી રહી છે. આ જોઇને ફેન્સ તેને બેબી આલિયા ભટ્ટ કહેવા લાગ્યા છે.
પાપારાઝીઓ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સફેદ ટી-શર્ટ અને બ્રાઉન શોર્ટ્સમાં જોવા મળે છે. તે કેમેરામેન સામે હસે છે અને ચાલતી જોવા મળે છે. આ વીડિયો જોઇેન ફેન્સ તેને ડિટ્ટો આલિયા ભટ્ટ કહી રહ્યા છે. લોકો જુદી જુદી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, હવે તો રાહા એકદમ આલિયા ભટ્ટ જેવી દેખાય છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, OMG તેણે ચાલવાનું શીખી લીધું. તો વળી ત્રીજા યુઝરે લખ્યું હતું કે, પહેલીવાર રાહાને ખુશ જોઇ. વળી એક ચોથા યુઝરે લખ્યું હતું કે, મને લાગે છે કે તે હસી રહી છે.
આ સિવાય બીજા એક વીડિયોમાં રાહા પિતા રણબીર કપૂર સાથે જોવા મળી હતી. રણબીરે ગ્રે ટી-શર્ટ અને ટ્રાઉઝર સાથે કેપ પહેરી હતી. આ દરમિયાન તે રાહાનો હાથ પકડીને પાપારાઝીને હાય કહેતો પણ જોવા મળ્યો હતો. વીડિયો જોયા બાદ ફેન્સ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
તમે પણ આ વીડિયો જુઓ અને તમને આ નાની ઢબુડી રાહા કેવી લાગી અમને જરૂરથી જણાવજો