Viral Video: Raha Kapoor થઈ પેપ્ઝથી પરેશાન, આપ્યું એવું રિએક્શન કે…

બોલીવૂડ સેલેબ્સ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટની (Alia Bhatt) લાડકવાયી દીકરી રાહા કપૂર (Raha Kapoor) અત્યારથી પેપ્ઝની ફેવરેટ બની ગઈ છે. ખાલી પેપ્ઝ જ નહીં પણ ફેન્સ પણ રાહાની એક ઝલક જોવા માટે એકદમ બેતાબ હોય છે. પરંતુ હાલમાં જ નાનકડી રાહા પેપ્ઝના કેમેરાની ફ્લેશ લાઈટ્સથી પરેશાન થઈ ગઈ હતી અને તેણે આપેલું રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ આખરે શું કર્યું રાહાએ-
વાત જાણે એમ છે કે રાહા કપૂર હાલમાં જ મમ્મી આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને દાદી નીતુ સિંહ સાથે સ્પોટ થઈ હતી. આલિયા અને રણબીર પેરિસથી પાછા ફર્યા ત્યારે રાહા દાદીને જોઈને એકદમ ખુશ થઈ ગઈ હતી, પરંતુ પેપ્ઝને કેમેરાની ફ્લેશ લાઈટથી તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. ફ્લેશ લાઈટથી કંટાળેલી રાહા પોતાની આંખોને બચાવતી જોવા મળી હતી અને એ સમયે તે ખૂબ જ ક્યુટ લાગી રહી હતી.
રણબીર રાહાને તેડીને ચાલતો જોવા મળ્યો હતો. રાહા લાંબી જર્નીથી થાકી ગઈ હોય એવું લાગી રહ્યું હતું, પરંતુ જેવી પેપ્ઝને રાહા જોવા મળી કે તેમણે તરત જ તેના ફોટો ક્લેક કરવાનું શરૂ કરી દીધું હતું. કેમેરાની ફ્લેશ લાઈટથી રાહા થોડી ચિડાઈ ગઈ હતી. રાહાનો આ ક્યુટ રિએક્શનવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે કે પેપ્ઝે આ રીતે ક્યુટ નાનકડી રાહાને હેરાન ના કરવું જોઈએ વગેરે વગેરે…
રાહા એરપોર્ટ પર દાદી નીતુને જોઈને એકદમ ખુશ થઈ ગઈ હતી અને તેણે દાદીને ગળે મળીને કિસ આપી હતી. જોકે, લાંબા ફ્લાઈટ જર્નીનો થાક નાનકડી રાહાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. બ્લ્યુ કલરના નાઈટ સૂટમાં રાહાએ હંમેશની જેમ સુંદર લાગી રહી હતી અને તેણે જેટલા વ્હાલથી દાદી નીતુને હાય કર્યું એ જોઈને તો તમારું દિલ પણ ખુશ થઈ જશે ભાઈસાબ….