મનોરંજન

Raha Kapoor-Ranbir Kapoorનું સિક્રેટ રિવીલ કર્યું આલિયા ભટ્ટે, જાણશો તો ચોંકી ઉઠશો…

બોલીવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની જિંદગીમાં જ્યારથી નાનકડી ઢિંગલી રાહા કપૂરનો જન્મ થયો છે ત્યારથી તેમના જીવનમાં અનેક ફેરફારો આવ્યો આવ્યા છે. એમાં પણ વાત જ્યારે રાહા અને રણબીર કપૂરની વાત કરીએ તો બાપ-દીકરી ખૂબ જ સ્પેશિયલ બોન્ડ શેર કરે છે. હાલમાં જ આલિયા ભટ્ટે આપેલા એક ઈન્ટરવ્યુમાં રાહા કપૂર અને રણબીર વચ્ચેનું એક સિક્રેટ રિવીલ કર્યું હતું. આવો જોઈએ શું છે આ સિક્રેટ…

આ પણ વાંચો : Alia Bhattને ઓનસ્ક્રીન એક્ટર સાથે રોમાન્સ કરતી જોઈ Ranbir Kapoorને…

આલિયાએ જણાવ્યું હતું કે રાહાના જન્મ બાદ રણબીર કપૂરમાં ખૂબ જ ફેરફારો આવ્યો છે. રાહા માટે રણબીર હંમેશા હાજર રહે છે. દીકરીને સુવડાવવાથી લઈને નેપી બદલાવવાનું, રમાડવાનું કામ ખૂબ જ ઉત્સાહથી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો રણબીરના દિવસની શરૂઆત અને અંત બંને રાહા સાથે થાય છે. એટલું જ નહીં રાહા બહાર નીકળે ત્યારે શું પહેરવું એ પણ રણબીર ખુદ નક્કી કરે છે.

આ ઈન્ટરવ્યુમાં જ આલિયાએ જણાવ્યું હતું કે રાહાને સુવડાવવા માટે માટે રણબીર હિંદી કે અંગ્રેજી નહીં પણ મલયાલમ ભાષામાં લોરી સંભળાવે છે. રાહાને તેની નર્સ આ ખાસ લોરી સંભળાવે છે અને એટલે જ હવે રાહાને ઊંઘતી વખતે મલયાલમ લોરી ઉન્નુ વાવ સાંભળવાનું ખૂબ જ ગમે છે. રાહાને કારણે રણબીરે પણ આ ખાસ લોરી ગાવાનું પણ શીખી લીધું છે.

આ પણ વાંચો : એવું તે શું થયું કે Ranbir Kapoorએ Alia Bhatt સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડી?

હવે જ્યારે રાહાને સૂવું હોય તો તે આલિયા કે રણબીરને પાપા મમ્મી વાવ…પાપા વાવ… અને આનો અર્થ એવો થાય છે કે રાહાને હવે ઊંઘ આવે છે. આલિયા અને રણબીર બંને રાહા માટે હંમેશા બેસ્ટ જ પસંદ કરે છે અને તેઓ બંને બેસ્ટ પેરેન્ટ્સ સાબિત થશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…