નેશનલમનોરંજન

35ના થયા રાઘવ ચડ્ઢા, પરિણીતીએ ખાસ નોટ શેર કરી ‘રાગાઇ’ને કર્યું વિશ

આમ આદમી પાર્ટી નેતા રાઘવ ચડ્ઢા આજે તેમનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના બેટરહાફ પરિણીતી ચોપરાએ તેમને સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં વિશ કર્યું હતું. આ પોસ્ટ ખૂબ જ વાઇરલ થઇ રહી છે.

એક,બે,ત્રણ નહિ કુલ સાત તસવીરો પરિણીતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોને જોઇને ફેન્સ પણ ખાસ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તસવીરો સાથે પરિણીતીએ એક નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે, “તમે મને ભગવાને આપેલી શ્રેષ્ઠ ભેટ છો, રાગાઈ! તમારું મન અને બુદ્ધિ મને આશ્ચર્યચકિત કરે છે. તમારા મૂલ્યો, પ્રમાણિકતા અને વિશ્વાસ મને વધુ સારી વ્યક્તિ બનવાની પ્રેરણા આપે છે. જન્મદિવસની શુભેચ્છા પતિદેવ! મને પસંદ કરવા બદલ આભાર…”

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા રાઘવ ચઢ્ઢાએ પણ પરિણીતી ચોપરા માટે તેના જન્મદિવસ પર એક હૃદય સ્પર્શી નોંધ લખી હતી. તેમની ઘણી તસવીરો એકસાથે શેર કરવામાં આવી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત