ઘરે પુત્રજન્મ થયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેમ પરિણિતીની આવી તસવીરો કેમ શેર કરી?

દિવાળીના આગલા દિવસે એટલે કે કાળી ચૌદશના દિવસે અભિનેત્રી પરિણિતી ચોપરા અને આપના રાજ્યસભાના સાંસદ રાઘુવ ચઢ્ઢાના ઘરે પારણુ બંધાયું. રાઘવે પોતે જ સોશિયલ મીડિયા હેન્ડલ પર દીકરાની પધરામણીની ખબર આપી. ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકોએ તેને વધામણા પણ આપી દીધા ત્યારે હવે રાઘવે પરિણિતીની પ્રેગનન્સીના ફોટા શેર કર્યા છે. આ ફોટા ખૂબ ક્યૂટ છે, પરિણીતી બેબી બમ્પ્સ સાથે એકદમ ફીટ એન્ડ ફાઈન દેખાય છે.
રાઘવે આ ફોટા શેર કર્યા છે તેનું કારણ પણ પરિણિતી છે. હા રાઘવ ચઢ્ઢા પરિવારમાં દિવાળી સાથે ડબલ સેલિબ્રેશન છે. એક તો પુત્રજન્મ અને આજે પુત્રવધુ પરિણિતીનો જન્મદિવસ છે.
પરિણિતી આજે તેનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. રાઘવે તેને સોશિયલ મીડિયા પર વિશ કર્યું છે અને તેની અમુક તસવીરો પોસ્ટ કરી છે. મા બન્યાં બાદ પરિણિતીનો આ પહેલો જન્મદિવસ છે. દર વર્ષે ઘરમાં એક જ અઠવાડિયામાં બે સેલિબ્રેશન થશે. દીકરાનો જન્મ 19 અને માતાનો 22 ઓક્ટોબરે સેલિબ્રેટ થશે.
આ પણ વાંચો: પરિણિતી અને રાઘવના ઘરે બંધાશે પારણુંઃ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કરી આપ્યા ગૂડ ન્યૂઝ
પરિણિતી અને રાઘવે અગાઉ કપિલ શર્મા શૉમાં પ્રેગનન્સીની હીંટ આપી હતી અને પછી ઓફિશિયલ જાહેરાત કરી હતી. ત્યારબાદ અભિનેત્રી પણ વીડિયો શેર કરતી હતી. 19મી પુત્રજન્મની ખબર રાઘવે આપી હતી. ત્યારે હવે તેણે પરિણિતીની પ્રેગનન્સીના ફોટા શેર કર્યા છે. સાથે લખ્યું છે નવી બનેલી અને દુનિયા સૌથી સારી માતાને જન્મદિવસની શુભકામના.
ગર્લફ્રેન્ડથી મારા સંતાનની માતા બનવાનો આ પ્રવાસ કેટલો સુંદર છે. રાઘવ અને પરિણિતી લંડનમાં મળ્યા હતા અને પહેલા તેમની મિત્રતા અને પછી પ્રેમ અને પછી લગ્ન થયા. પરિણિતી પ્રિયંકા ચોપરાની કઝિન છે. છેલ્લે ચમકીલા ફિલ્મમાં દેખાઈ હતી અને આ ફિલ્મમાં તેનાં ખૂબ જ વખાણ થયા હતા.
ચાલો આપણે પણ પરિણિતીને જન્મદિવસની શુભકામનાઓ આપી દઈએ.