રાઘવ અને પરિણીતીએ ચાંદલામાં સ્વીકાર્યા આટલા જ રૂપિયા…
મુંબઈ: હાલમાં જ બી ટાઉનની બબલી ગર્લ પરિણિતી ચોપ્રા અને રાઘવ ચઢ્ઢાએ રાજસ્થાનના ડેસ્ટીનેશન વેડિંગ કર્યા અને યુગલના આઉટફીટથી લઈને આવનારા મહેમાનો સુધીની જાત જાતની વાતો અને સમાચાર સાંભળવા મળી રહ્યા છે. દરમિયાન આપના સાંસદ રાઘવની આવક અને તેણે લગ્નમાં કરેલા ખર્ચ માટે પણ લોકોએ તેની ટીકા કરી હતી. દરમિયાન આ કપલે તેના લગ્નમાં કેટલા રૂપિયાનો ચાંદલો સ્વીકાર્યો છે એના વિશેની મહત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે પરી અને રાઘવે તેમનાં લગ્નમાં મહેમાનો પાસેથી શુકનરુપે માત્ર ૧૧ રુપિયાનો ચાંદલો જ સ્વીકાર્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
જી હા, મળી રહેલી માહિતી પ્રમાણે પરિણિતી અને રાઘવે પોતાના લગ્નમાં આવનારા મહેમાનો પાસેથી એક પણ ભેટ કે પછી કોઈ મોટી રકમનો ચાંદલો ભેટ તરીકે સ્વીકાર્યો નથી, કારણ કે યુગલે નો ગિફ્ટ પોલિસી અપનાવી હતી અને એટલે જ તેમણે કોઈ પાસેથી કોઈ ભેટ કે ચાંદલો સ્વીકાર્યો નહોતો.
દરમિયાન લગ્નમાં હાજરી આપવા પહોંચેલી અને પરિણિતીની બેસ્ટ ફ્રેન્ડ સાનિયા મિર્ઝાને જ્યારે પાપારાઝીઓએ તેણે તેની ખાસ બહેનપણીને લગ્નમાં શું ગિફ્ટ આપી છે એવું પૂછ્યું હતું ત્યારે એના જવાબમાં તેણે કહ્યું હતું કે મેં બંને જણને માત્ર ભેટ તરીકે આશીર્વાદ જ આપ્યા છે.
દરમિયાન પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ પણ એવું જણાવ્યું હતું કે તેણે પરિણિતીને કોઈ પણ ગિફ્ટ આપી નથી પરંતુ માત્ર આશીર્વાદ જ આપ્યા છે અને હમણાં એક બે દિવસ પહેલા જ પ્રિયંકા ચોપરાએ પણ બહેન પરી અને જીજુ રાઘવના લગ્નમાં ગેરહાજર રહેવા માટે અને કોઈ પણ ભેટ ન મોકલી હોવાને કારણે તેના પર લોકોએ નિશાનો સાધતા તેની ટીકા કરી હતી.
હાલમાં જ પરિણિતી તથા રાઘવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લગ્નમાં સાથ સહકાર અને હાજરી આપનારા તમામ લોકોનો જાહેરમાં આભાર માન્યો હતો.