સાદગીથી દિલ જિતી લીધા અંબાણી પરિવારની આ મહિલાએ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારના દરેક સદસ્યની અલગ ફેન ફોલોઈંગ છે. એમાં પણ પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) તો પોતાની સાદગીથી પણ લોકોના દિલ જિતી લે છે. સાસુ નીતા અંબાણીની જેમ જ રાધિકાની ફેશન સેન્સ પણ એકદમ કમાલની છે. હાલમાં સોશિયલ મીડિયા પર રાધિકાનો એક આવો લૂક વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે સિમ્પલ આઉટફિટમાં જોવા મળી રહી છે પણ તેની સાદગીથી ભરપૂર સુંદરતા જોઈને ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા…
રાધિકા મર્ચન્ટની ફેશનસેન્સ એકદમ કમાલની છે અને તે જે કંઈ પણ પહેરે તેમાં તે શોભી ઉઠી છે. અલગ અલગ ઈવેન્ટ પર ટ્રેન્ડી આઉટફિટ્સ પહેરીને લોકોના દિલ જિતી લે છે. હવે આ રાધિકાનો નવો લૂક લોકો સામે આવ્યો છે જેમાં રાધિકાની સાદગી જોઈને નેટિઝન્સનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું હતું.
મળતી માહિતી મુજબ હાલમાં જ રાધિકા મર્ચન્ટ જામનગર ખાતે આવેલી ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદા પહોંચી હતી. આ સમયે તેણે સિમ્પલ સૂટમાં નેચરલ બ્યુટી ફ્લોન્ટ કરી હતી. આ સમયે રાધિકાએ પેસ્ટલ બટર યેલો કલરનો આઉટફિટ પહેર્યો હતો. ફૂલ સ્લીવ્ઝવાળો આ કુર્તો સ્પ્લિટ ક્રુ નેકલાઈનવાળો હતો અને તેમાં સાઈડ સ્લિટ આપવામાં આવી હતી, જે તેને આરામદાયક બનાવી રહી હતી.
રાધિકાના આ આઉટફિટ પર હળવું વર્ક કરવામાં આવ્યું જે તેની સુંદરતા વધારવાનું કામ કરી રહી હતી. આ સાથે તેણે પેસ્ટલ કલરની જ મેચિંગ ફ્લેયર્ડ કોટનની પેન્ટ પણ પહેરી હતી. રાધિકાનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. રાધિકાએ પોતાના લૂકને કમ્પ્લિટ કરવા માટે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો, જેના પર મેચિંગ ટસલ્સ લગાવવામાં આવ્યા હતા.
આ સુંદર આઉટફિટ અને લૂક સાથે રાધિકાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને નો મેકઅપ લૂક કેરી કર્યો હતો. એક્સેસરીઝની વાત કરીએ તો રાધિકાએ આ સમયે ડાયમંડ રિંગ્સ, કાનમાં ડાયમંડ ઈયરરિંગ્સ અને સ્ટાઈલિશ ગોલ્ડ બ્રેસલેટવાળું ઘડિયાળ પણ પહેર્યું હતું. તમે પણ રાધિકાનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…