સાસુ નીતા અંબાણીના ડાયમંડ નેકલેસ સાથે આ શું કર્યું રાધિકા મર્ચન્ટે? ફોટો જોશો તો…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હોવ અને વિચારી રહ્યા હોવ કે અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટે સાસુ નીતા અંબાણીના હીરાના હાર સાથે એવું તે શું કર્યું તો તમારી જાણ માટે કે રાધિકાએ હાલમાં જ એક ઈવેન્ટમાં નીતા અંબાણીના હીરાના હારને બ્રેસલેટ તરીકે કેરી કર્યો હતો. રાધિકા મર્ચન્ટની ફેશનસેન્સ ખૂબ જ કમાલની છે અને તેનો પરચો આપણે અનેક વખત મળી ચૂક્યો છે, ચાલો જોઈએ રાધિકા મર્ચન્ટે કઈ રીતે હારને બ્રેસલેટની જેમ સ્ટાઈલ કર્યો છે એ…
રાધિકા મર્ચન્ટની ફેશનસેન્ટ અંબાણી લેડિઝને એકદમ કાંટે કી ટક્કર આપે છે. દર વખતે કંઈક યુનિક કરીને રાધિકા ફેન્સના દિલ ચોરી લેતી હોય છે. આ જ ટ્રેડિશનને કન્ટિન્યુ કરતાં રાધિકાએ સ્ટાઈલમાં એક એવો ટ્વીસ્ટ આપ્યો હતો કે જે જોઈને લોકો કહી રહ્યા છે કે વાહ રાધિકા શું ગજબનું ભેજું લગાવ્યું છે યાર…
વાત જાણે એમ છે કે હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચેલી રાધિકાએ જ્વેલ્ડ બેઝ ટોપ પહેરીને નણંદ ઈશા અંબાણીની સ્ટાઈલને કોપી કરી હતી, પરંતુ થોડી ડિફરન્ટ સ્ટાઈલમાં. આ જ આઉટફિટ સાથે તેણે એસેસરીઝમાં કાનમાં સ્ટડ્સ પહેર્યા હતા. પરંતુ સૌથી વધુ ચર્ચા જો કોઈ વસ્તચુની થઈ રહી હોય તો તે છે રાધિકાના બ્રેસલેટની.
રાધિકાએ સાસુ નીતા અંબાણીના ડાયમંડ નેકલેસને જ બ્રેસલેટની જેમ સ્ટાઈલ કર્યો હતો અને નીતા અંબાણી આ હાર વિવિધ ઈવેન્ટ્સ અને પાર્ટીમાં કેરી કરી ચૂક્યા છે. રાધિકાએ પોતાના મોર્ડન આઉટફિટ સાથે ડિફરન્ટલી હારને બ્રેસલેટની જેમ કેરી કરીને એક અલગ લેવલ સેટ કરી દીધો છે. તમે પણ રાધિકાની આ ટ્વીસ્ટેડ ફેશનની ઝલક ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…
અંબાણી પરિવારની વહુરાણીની આ ગજબની ફેશન સેન્સ તેની સ્ટાઈલિશ લાઈફસ્ટાઈલ તો દેખાડે જ છે પણ એની સાથે સાથે સાસુ નીતા અંબાણી સાથેના તેમના અનોખા બોન્ડને પણ દર્શાવે છે. એ વાત તો છે કે અંબાણી લેડિઝ પોતાની જ્વેલરી એકબીજા સાથે શેર કરવામાં બિલકુલ ખચકાતી નથી અને આ ગેસ્ચર પણ હમ સાથ સાથ હૈની લાગણીને દર્શાવે છે.
આ પણ વાંચો…WPL ઓક્શનમાં પણ ચર્ચા તો નીતા અંબાણીની ‘Hermès Kelly’ બેગની જ, તમે પણ ના જોઈ હોય તો જોઈ લો…



