મનોરંજન

અનંત અંબાણી નહીં આ કોની સાથે શોપિંગ પર પહોંચી રાધિકા મર્ચન્ટ? વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને એમાં પણ વાત કરીએ પરિવારની નાના વહુરાણી રાધિકા મર્ચન્ટની તો રાધિકા મર્ચન્ટ પોતાની ગજબની ફેશન સેન્સથી લોકોના દિલ ચોરી લે છે. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર રાધિકાનો એક નવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પતિ અનંત અંબાણી સાથે નહીં પણ પોતાની બહેન સાથે શોપિંગ કરતી જોવા મળી રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા મર્ચન્ટનો એકદમ સિમ્પલ અને સીધોસાદો અવતાર જોવા મળી રહ્યો છે. ફેન્સને રાધિકાનો આ સિમ્પલ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રાધિકા મર્ચન્ટ પોતાની બહેન અંજલિ અને પિતા વિરેન મર્ચન્ટ સાથે સાડીની શોપિંગ કરતી જોવા મળી રહી છે. આ સમયે સિમ્પલ વિન્ટર ફેશન ફ્લોન્ટ કરતી રાધિકાનો અંદાજ નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો : રાધિકા મર્ચન્ટે આ કોની સ્ટાઈલ કોપી કરી? ફોટો થયા વાઈરલ…

રાધિકાએ આ સમયે બેજ કલરના લોવર જેકેટ પહેર્યું હતું અને તેનો આ કંફી લૂકમાં બેજ કલરનો ઝિપર અને લોવર હતો. ઝિપર જેકેટ પર કલર એડ કરવા માટે સ્લીવ્ઝ પર બ્રાઉન કલરની ત્રણ સ્ટ્રાઈપ્સ આપવામાં આવી હતી અને લોઅર પર પણ આવી જ સ્ટ્રેપ્ઝ જોવા મળી હતી. જેને કારણે આ લોવર ઝિપર સાથે પરફેક્ટલી મેચ થઈ ગયું હતું. નો મેકઅપ લૂકમાં રાધિકા એકદમ પરફેક્ટ લાગી રહી હતી.

આ સમયે તેની સાથે પિતા વિરેન મર્ચન્ટ અને બહેન અંજલિ પણ તેની સાથે જોવા મળી રહ્યા છે. રાધિકાનો આ સિમ્પલ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આ વાઈરલ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.

આ પણ વાંચો : દાંડિયા રમતાં રમતાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે થઈ તકરાર, વીડિયો થયો વાઈરલ…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાધિકા મર્ચન્ટ અનામિકા ખન્નાના કસ્ટમઝાઈડ આઉટફિટમાં સ્ટાઈલિશ અપિયરન્સથી ફેન્સના દિલ જિતી લીધા હતા અને હવે રાધિકાનો આ સિમ્પલ લૂકે પણ ફેન્સના દિલ જિતી લીધા હતા. રાધિકાની ફેશનસેન્સ ખૂબ જ કમાલની છે અને તે દરેક આઉટફિટમાં ખૂબ જ કમાલની લાગે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button