જામનગરમાં પતિ અનંત અંબાણી સાથે આ શું કરતાં જોવા મળી Radhika Merchant? વીડિયો થયો વાઈરલ…

મોંઘા મોંઘા સૂટ અને ડિઝાઈનર આઉટફિટ્સ અને જ્વેલરી પહેરનારી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ અનેક વખત પોતાની સાદગીપૂર્ણ અંદાજથી પણ લોકોના દિલ જિતી લેતી હોય છે. રાધિકાના ડિઝાઈનર અને મોંઘા આઉટફિટ જેટલા તેને શોભી ઉઠે છે એટલા જ તેના સાદગપૂર્ણ કપડાં પણ તેના પર દીપી ઉઠે છે. હાલમાં સોશિયલ મીડિયા પર રાધિકાનો આવો જ એક સાદગીપૂર્ણ અંદાજ વાઈરલ થઈ રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો જામનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમનો છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા મર્ચન્ટ પતિ અનંત અંબાણી સાથે જોવા મળી રહી છે. આ ક્લિપમાં અનંત અને રાધિકા વનતારા માટેની એક આયોજિત ઈવેન્ટમાં મહેમાનોનું સ્વાગત કરતાં જોવા મળી રહ્યા છે. આ સુંદર કપલ મહેમાનો સાથે ફોટો પણ પડાવતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: અંબાણી પરિવારમાં બધું બરાબર છે? રાધિકા મર્ચન્ટના ગાલ પરના નિશાન તો કંઈક અલગ જ…
આ ઈવેન્ટ માટે અનંતે સિમ્પલ નેવી બ્લ્યુ કુર્તા પાયજામા સેટ પહેર્યો હતો અને રાધિકા ઓરેન્જ કલરના સૂટમાં જોવા મળી રહી છે. આ સૂટમાં રાધિકા એકદમ પરી જેવી સુંદર લાગી રહી છે. ક્વાર્ટર લેન્થ સ્લિવ્ઝ, ક્રુ નેકલાઈનવાળો લાંબા કુર્તામાં રાધિકા એકદમ સુંદર લાગી રહી છે. રિલેક્સ ફિટિંગવાળા આ આઉટફિટમાં રાધિકા એકદમ પરી જેવી લાગી રહી છે.
સાઈડ સ્લિવાળા કુર્તાની ચોલી, સ્લીવ્ઝ અને બોર્ડરપર જરદોસી વર્ક અને સિક્વન્સનું કામ કરવામાં આવ્યું છે, જે આ આઉટફિટને વધારે સુંદર બનાવવાનું કામ કરી રહી છે. આ કુર્તા સાથે રાધિકાએ મેચિંગ સિલ્કની પ્લાઝો પેન્ટ પહેરી છે અને એની હેમ પર મેચિંગ જરદોસીનું કામ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાધિકા મર્ચન્ટે સસ્તા વ્હાઈટ ડ્રેસ સાથે કેરી કરેલી પર્સની કિંમત જાણો છો?
રાધિકાએ પોતાના સિમ્પલ એથનિક લૂકને કમ્પલિટ કરવા માટે ઓરેન્જ દુપટ્ટો કેરી કર્યો છે. આ દુપટ્ટા પર ગોલ્ડન કલરની ગોટા પટ્ટીનું વર્ક કરવામાં આવ્યું છે. એક્સેસરીઝની વાત કરીએ તો તેણે કાનમાં ઈયરરિંગ્સ, હાથોમાં વીંટાઓ અને બ્રેસલેટ પહેર્યો હતો. રાધિકાનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો અંબાણી પરિવારની આ લાડકવાયી વહુરાણીનો લૂક…