Viral Video: મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે ફરી રહેલી રાધિકા મર્ચન્ટે પહેર્યો એવો આઉટફિટ કે, જોઈને તો…
મનોરંજન

Viral Video: મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે ફરી રહેલી રાધિકા મર્ચન્ટે પહેર્યો એવો આઉટફિટ કે, જોઈને તો…

અંબાણી પરિવારની ગણતરી દેશના જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે પરિવારનો દરેક સભ્ય સતત લાઈમલાઈટમાં રહે છે. હાલમાં અંબાણી પરિવારમાં ગુજરાતના જામનગરમાં છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટ સાસુ-સસરા નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે જોવા મળી રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ વીડિયોમાં…

મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણી દીકરી ઈશા અંબાણી અને આકાશ અંબાણીનો બર્થડે સેલિબ્રેટ કરવા પહોંચ્યા છે. અહીં અંબાણી પરિવારે ગ્રાન્ડ પાર્ટી થ્રો કરી છે જેમાં હાજરી આપવા બોલીવૂડ સેલેબ્સ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી નાની વહુ રાધિકા મર્ચન્ટ સાથે જામનગરના રિલાયન્સ મોલમાં ફરતાં જોવા મળ્યા હતા.

રાધિકા સાથે આ સમયે અનંત, આકાશ-શ્લોકાની દીકરીની વેદા અને ઈશા તેમ આનંદ પિરામલની દીકરી આદિયા સાથે ફરતી જોવા મળ્યો હતો. આ વાઈરલ વીડિયોમાં રાધિકાનો ખૂબ જ સિમ્પલ લૂક જોવા મળી રહ્યો છે. પીળા રંગના શોર્ટ જંપસૂટમાં જોવા મળી હતી અને તે હર હંમેશની જેમ સુંદર લાગી રહી છે.

રાધિકાએ પોતાના લૂકને સિમ્પલ રાખવા માટે નો મેકએપ લૂક કેરી કર્યો છે અને શૂઝ અને પોનીટેલ સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. રાધિકા અને અનંત આ વીડિયોમાં ખૂબ જ સિમ્પલ બટ ક્યુટ લાગી રહ્યા છે.

વાત કરીએ મુકેશ અંબાણીની તો તેઓ પીળા રંગના સ્વેટ શર્ટમાં લોકોનું અભિવાદન કરતાં જોવા મળી રહ્યા છે જ્યારે નીતા અંબાણી વ્હાઈટ લૂઝ શર્ટમાં જોવા મળી રહ્યા છે. નેટિઝન્સને અંબાણી પરિવારનો સિમ્પલ બટ કૂલ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અંબાણી પરિવારે દિવાળી પાર્ટી હોસ્ટ કરી હતી, જેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં પણ સેલેબ્સ અને ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ પહોંચ્યા હતા.

ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો ફોર બર્થડે ગર્લ અને બર્થડે બોય માટે
જામનગર ખાતેના બર્થડે સેલિબ્રેશનમાં આકાશ અને ઈશાની લાઈફની જર્ની દેખાડતો એક ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો કર્યો હતો. આ શોમાં બંનેના બાળપણથી લઈને અત્યાર સુધીના મહત્ત્વના માઈલસ્ટોનની ઝાંખી જોવા મળી હતી. આ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો…જ્યારે અંબાણી પરિવારની વહુરાણી પર ભારે પડી આ મહિલા, રાધિકા મર્ચન્ટ સાથે છે ખાસ કનેક્શન…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button