મનોરંજન

Radhika Merchant-Nita Ambaniએ કર્યું ઈશા અંબાણીને ઈગ્નોર? વીડિયો થયો વાઈરલ…

દુનિયાના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારનો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવારમાં જ્યારથી નાના વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ની એન્ટ્રી થઈ છે ત્યારથી જ રાધિકા મર્ચન્ટ તો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રાધિકા મર્ચન્ટ સાસુ નીતા અંબાણી (Nita Ambani) સાથે ખડખડાટ હસતી જોવા મળી રહી છે. સાસુ-વહુની જોડીને હસતી જોઈને પરિવારની દીકરી ઈશા અંબાણી (Isha Ambani)એ આપેલું રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ઈવેન્ટમાં નીતા અંબાણીએ પોતાની બાજુમાં રાધિકા મર્ચન્ટને ઊભી રાખી છે. સાસુ-વહુની જોડીની બાજુમાં જ ઈશા અંબાણી પણ હાજર હતી. સાસુ-વહુની જોડી કોઈ વાતે ખડખડાટ હસીતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાઈરલ થઈ રહ્યો છે, પણ આ વીડિયો જૂનો છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા સુંદર દેખાઈ રહી છે અને વીડિયોમાં પૂરું ફોકસ રાધિકા પર રાખવામાં આવ્યું છે, પણ તેમ છતાં તેની સાથે કોણ છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાધિકા સુંદર આઉટફિટમાં ક્લીવેઝ ફ્લોન્ટ કરી રહી છે. રાધિકા અને નીતા અંબાણી બંને જણ ખડખડાટ હસતાં જોવા મળી રહ્યા છે. સાસુ-વહુની જોડીને હસતી જોઈને દૂર ઉભેલી ઈશા અંબાણી પણ હસી પડે છે.

સામાન્યપણે એવું જોવા મળે છે કે નીતા અંબાણી પોતાની દીકરી ઈશાની જેમ જ બંને વહુઓ સાથે પણ એકદમ એન્જોય કરતી જોવા મળે છે. અંબાણી પરિવારની વાત કરીએ તો આખો પરિવાર સાથે મળીને હસી-ખુશી સેલિબ્રેટ કરતો જોવા મળે છે. આ વીડિયો પર યુઝર્સ કમેન્ટ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.

તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો, તમારું મન પણ એકદમ ખુશ થઈ જશે. ઈશા અંબાણીનું રિએક્શન પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે.

આપણ વાંચો : અચાનક કેમ હરિદ્વાર ઋષિકેષ પહોંચ્યો અંબાણી પરિવાર?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button