રાધિકા મર્ચન્ટનો સાદગીભર્યો અંદાજ: સિંગર મામે ખાન સાથેનો વીડિયો વાઈરલ, લોકોએ સંસ્કારના કર્યા વખાણ… | મુંબઈ સમાચાર
મનોરંજન

રાધિકા મર્ચન્ટનો સાદગીભર્યો અંદાજ: સિંગર મામે ખાન સાથેનો વીડિયો વાઈરલ, લોકોએ સંસ્કારના કર્યા વખાણ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને અંબાણી પરિવારનો દરેક સભ્ય તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે પણ ચર્ચામાં આવતો રહે છે. જ્યારથી પરિવારમાં નાના વહુરાણી રાધિકા મર્ચન્ટની એન્ટ્રી થઈ છે ત્યારથી તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. રાધિકા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની સાથે સાથે સાદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર રાધિકાનો એક આવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે અંબાણી પરિવારને ત્યાં પધારેલા જાણીતા કલાકાર મામે ખાન સાથે ખૂબ જ આદરપૂર્વક હાથ જોડીને વાત કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-

અંબાણી પરિવારના ઘરે ગણેશોત્સવ દરમિયાન સેલેબ્સ તમામ લોકોએ હાજરી આપી હતી અને એના વીડિયો, ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. હાલમાં આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં રાધિકા મર્ચન્ટનો સાદગીપૂર્ણ વ્યવહાર લોકોનું દિલ જિતી રહ્યો છે. આ વીડિયોમાં રાધિકાએ પહેરેલો સૂટ તો સિમ્પલ હતો જ પણ એનાથી વધારે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો તેનો વાત કરવાનો અંદાજ.

કરોડો રૂપિયાની માલિક હોવા છતાં રાધિકા મર્ચન્ટનો આ સાદગીપૂર્ણ વ્યવહાર, સંસ્કારોના નેટિઝન્સ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાધિકા સિંગર મામે ખાન સાથે જોવા મળી રહી છે અને તે મામે ખાન સાથે હાથ જોડી, નમ્રતાથી અને હસી હસીને વાત કરી રહી છે. લોકોને રાધિકાનો આ અંદાજ અને સિમ્પલિસિટી ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વાત કરીએ રાધિકાના લૂકની તો રાધિકાએ ગ્રીન કલરનો સ્ટ્રેટ ડિઝાઈનવાળો કૂર્તો પહેર્યો હતો અને તેના પર બનેલી ઝાડ જેવી પેટર્ન કૂર્તાના લૂકને વધારે સુંદર બનાવી રહ્યા હતા. આ કૂર્તા સાથે રાધિકાએ પિંક દુપટ્ટો સ્ટાઈલ કર્યો હતો. આ દુપટ્ટા પર મોટિફ્સવાળી ડિઝાઈન પર સ્ટાર અને મોતી લગાવવામાં આવ્યા હતા.

જોકે, આ પહેલી વખત નથી કે રાધિકાએ પોતાની સાદગી અને સંસ્કારોથી લોકોના દિલ જિતી લીધો હોય, આ પહેલાં પણ તે અનેક વખત આવું કરી ચૂકી હતી. ગણેશોત્સવ દરમિયાનનો જ રાધિકા અને અનંત અંબાણીનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે અનંત પર ફૂલો ફેંકીને મારતી જોવા મળી હતી.

આ પણ વાંચો…શું તમે જાણો છો અંબાણી પરિવાર કયા ભગવાનની કરે છે પૂજા? આસ્થાનું છે ખાસ કારણ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button