અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ ઑફ-શોલ્ડર બ્લુ ગાઉનમાં રિયલ લાઈફ ડિઝની પ્રિન્સેસ બનીને છવાઇ ગઇ રાધિકા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હમણાં જ તેમની બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. મુકેશ અને નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અને તેની ભાવિ પત્ની રાધિકા માટે જામનગરમાં માર્ચ 2024માં એક પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. આ વખતે તેમણે વૈશ્વિક સ્તર પર બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું, જેમાં 800 મહાનુભાવોને ઇટાલીથી ફ્રાન્સ રિટર્ન ક્રૂઝ જર્ની કરાવવામાં આવી હતી, જેમાં કેટી પેરી, બેકસ્ટ્રીટ બોયઝ અને અન્ય જેવી હસ્તીઓએ પરફોર્મન્સ આપ્યું હતું. અંબાણી પરિવારે આ સેલિબ્રેશન અંગે કોઇ ખાસ વિગતો જાહેર નહોતી કરી, પણ હવે આ બેશની તસવીરો આવી રહી છે.
Read More: Nita Ambaniએ પહેરી અધધધ મોંઘી ઘડિયાળ કે ખરીદી શકશો મુંબઈમાં ફ્લેટ, કાર અને ઘણું બધું…
રાધિકા મર્ચન્ટ વાદળી રંગના સ્ટ્રેપલેસ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે તેના દેખાવને વાદળી ડ્રોપ ઇયરિંગ્સની પેર અને એક ભવ્ય ડાયમંડ નેકલેસ સાથે એક્સેસરીઝ કર્યો હતો. રાધિકાએ તેના આકર્ષક સ્મિતને ફ્લોન્ટ કરતી વખતે તેના વાળ એક સ્ટાઇલિશ બનમાં બાંધ્યા હતા. તો અનંત અંબાણી સ્ટાઈલિશ ડાયમંડ બ્રોચ સાથે ડાર્ક બ્લુ સૂટમાં જોવા મળ્યા હતા. તેના પોશાકનો કોલર સ્પાર્કલી ડાયમંડ્સથી શણગારવામાં આવ્યો હતો.
નેટિઝન્સ રાધિકા અને અનંત માટે ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમના પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું હતું કે, “હું તમને અને તમારા સુંદર પરિવારને શુભકામના પાઠવું છું.” અન્ય એક યુઝરે કહ્યું હતું કે, ”અનંત ખરેખર હેન્ડસમ છે. દુર્ભાગ્યે તે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે.” અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “અનંત જે રીતે રાધિકાને જુએ છે તે શુદ્ધ પ્રેમ છે.” તો બીજા એક નેટિઝને લખ્યું, ”રાધિકા રિયલ લાઈફ સિન્ડ્રેલા જેવી દેખાઇ રહી છે.”
Read More: Anant-Radhikaની પ્રિ-વેડિંગમાં બહેન ઈશા અંબાણીનો જલવો
અંબાણીના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ફિલ્મ જગતમાંથી શાહરૂખ ખાન અને તેનો પરિવાર, જાહ્નવી કપૂર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર અને પત્ની આલિયા ભટ્ટ, કરણ જોહર, અનન્યા પાંડે અને સારા અલી ખાન જેવા અનેક કલાકારોએ ભાગ લીધો હતો.