મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ગળામાં નહીં હાથમાં મંગળસૂત્ર પહેરી સ્ટાઇલ દર્શાવી અંબાણી પુત્રવધુએ…

અંબાણી પરિવારને નાની વહુ રાધિકાની સ્ટાઇલ, ફેશન સેન્સ, એલિગન્સની દેશ વિદેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. તેની સ્ટાઈલ યુનિક હોય છે. તેનામાં ફેશન સૂઝ ગજબની છે, જેના પણ લોકો વખાણ કરે છે. તેનામાં અદભૂત ફેશન સેન્સ છે. તે સારી રીતે જાણે છે કે તેને શું સૂટ કરે છે અને તે એ મુજબ જ વસ્ત્રો પરિધાન કરતી હોય છે, જે એની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દેતા હોય છે.

BollywoodShaddis

રાધિકાએ ગૂગલની ટોપ સર્ચ કરેલી સેલિબ્રિટીઝમાં સ્થાન મેળવ્યું છે. તે અલગ અલગ આઉટફીટમાં સુંદર લાગે છે. આ વખતે તેનું લુક જોઇને દરેક જણ વાહ વાહ કહેવાથી પોતાની જાતને રોકી શક્યા નથી. હાલમાં જ એક પ્રસંગમાં રાધિકાની આ એલિગન્ય સ્ટાઇલ જોવા મળી હતી. NMACCની એક ઇવેન્ટ આર્ટ્સ કેફે લોન્ચ રાધિકાના સાસુ નીતા અંબાણીએ આયોજિત કરી હતી. આ ઇવેન્ટમાં આખો અંબાણી પરિવાર સુંદર વસ્ત્રો પરિધાન કરીને પહોંચ્યો હતો, પરંતુ રાધિકાના પહેલા ક્યારેય ના જોવા મળેલા સિમ્પલ પણ એલિગન્ટ લુકે લોકોના દિલ ચોરી લીધા હતા.

ઇવેન્ટમાં રાધિકાએ Dior બ્રાન્ડના સ્પ્રિંગ 2023ના કલેક્શનમાંનો ફ્લોરલ બ્લેક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ ડ્રેસ એન્કલ લેન્થ સુધીનો હતો. આ ડ્રેસમાં રાધિકા બાર્બી ડોલ જેવી દેખાતી હતી. તેનો બ્લેક ડ્રેસની નેક લાઈન ઘણી જ અનોખી હતી જે તેના ડ્રેસને ઓફશોલ્ડરનો ટચ પણ આપતી હતી. ડ્રેસની કટ આઉટ સ્લીવ્સ અદભુત લાગી રહી હતી. રાધિકાનો ડ્રેસ ઘણો સુંદર હતો. તો તેની બેગ પણ ઘણી અનોખી હતી.

રાધિકાએ Hermes બ્રાન્ડની લાલ રંગની હેન્ડબેગ કેરી કરી હતી, જેના પર તેના નામના પહેલા બે અક્ષર RA લગાવેલા હતા. આમ તેણે તેની બેગને પણ પર્સનલાઇઝ્ડ ટચ આપ્યો હતો. રાધિકાએ પોતાનો લુક પૂરો કરવા માટે ડાયમંડ ડ્રોપ ઇયરિંગ્સ અને મંગળસૂત્ર પહેર્યું હતું. જોકે, અંબાણી પરિવારની પુત્રવધુએ મંગળસૂત્રને ગળામાં પહેરવાના બદલે હાથમાં બંગડી તરીકે પહેર્યું હતું.

તેના મંગળસૂત્રમાં બટરફ્લાયનું પેન્ડન્ટ થતું જે તેને એક યુનિક લુક આપી રહ્યું હતું. ન્યૂડ મેકઅપ અને હેર સ્ટાઈલ રાધિકાના લુકમાં ચાર ચાંદ લગાડી રહ્યા હતા. એણે વાળને પણ નવી કટ આપીને ઓપન રાખ્યા હતા.
રાધિકાને સિમ્પલ પણ સ્ટાયલિશ અને એલિગન્ટ લુકમાં જોઇને કહેવું પડે કે ‘સ્ટાઇલ કરના તો કોઇ રાધિકાસે સીખે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button