જયપુરમાં કંઈક આ રીતે રસ્તા પર ફરવા નીકળી Radhika Merchant, જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય…

અનંત અંબાણી (Anant Ambani) સાથે લગ્ન કરીને અંબાણી પરિવાર (Ambani Family)ની વહુરાણી બન્યા બાદથી દર બીજા દિવસે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતી હોય છે. રાધિકા મર્ચન્ટની સ્ટાઈલ અને ફેશનની સૂઝબૂઝ ખૂબ જ કમાલની છે અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બની ગઈ છે. હાલમાં જ રાધિકા રોયલ રાજસ્થાનના જયપુરમાં ફરતી જોવા મળી હતી. અંબાણી પરિવારનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સને પોતાની આંખો પર ભરોસો જ નહોતો થયો. તમે પણ જોઈ લો આ પોસ્ટ …
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર રાધિકાના પેન્ટ અને શર્ટ બંને પર બર્ગન્ડી , ગ્રીન, ઓરેન્જ અને બાર્ક કલરની પ્રિન્ટ હતી અને આ પ્રિન્ટ તેને ડિફરન્ટ લૂક આપી રહ્યા હતા. આ શર્ટની કિંમત 2,82,483 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ શર્ટ સાથે રાધિકાએ હાઈ રાઈઝ સ્ટ્રેટ ફિટ પેન્ટ પહેરી હતી, જે સેમ ફેબ્રિક અને પ્રિન્ટવાળી હતી અને એની કિંમત 1,85,380 રૂપિયા હોવાનું કહેવાય છે. રાધિકાએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે ચોકલેટી કલરના લોફર્સ પહેર્યા હતા જેની કિંમત 78,566 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Isha Ambaniના આવતા જ વહુ રાધિકા મર્ચન્ટને Ignore કર્યું Mukesh Ambaniએ, વીડિયો થયો વાઈરલ…
સોશિયલ મીડિયા રાધિકા મર્ચન્ટનો નો મેકઅપ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અંબાણી પરિવારના વહુરાણી હાલમાં જ જયપુર ફરવા પહોંચ્યા હતા અને આ સમયે તેનો સિમ્પલ પણ સ્ટાઈલિશ લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ સમયે રાધિકાએ લક્ઝરી ઈટાલિયન બ્રાન્ડ લોકો પિયાના (Loro Piana)નો સફારી ઈન્સ્પાર્યર્ડ પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. જેની કિંમત સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.
રાધિકાના કમ્પલિટ લૂકની વાત કરીએ તો તેની કિંમત 5,46,429 રૂપિયા છે. આટવલા એક્સપેન્સિવ આઉટફિટ સાથે રાધિકાએ નો મેકઅપ લૂક રાખ્યો હતો. નેટિઝન્સને રાધિકાનો આ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેણે મેસી હેયરસ્ટાઈલ કેરી કરી હતી અને કાનમાં ડાયમંડ સ્ટડ્સ પહેર્યા હતા, જે તેની સુંદરતમાં વધારો કરી રહ્યો હતો. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો રાધિકાનો આ વાઈરલ લૂક-