Radhika Merchantની ઈન્ગેજમેન્ટ રિંગમાં હતું આ ખાસ સિક્રેટ, તમે જોયું કે નહીં…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં કરવામાં આવે છે. આ પરિવારનો દરેક સભ્ય તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં આવતો હોય છે. એક વર્ષ પહેલાં જુલાઈ,2024માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ વેડિંગસેરેમની યોજાઈ હતી, જેની વિદેશમાં પણ નોંધ લેવામાં આવી હતી. હવે એક વર્ષ બાદ આ ગ્રાન્ડ વેડિંગની બીજી ઝીણી ઝીણી વિગતો સામે આવી રહી છે અને આવી જ એક વિગત વિશે અમને તમને જણવવા જઈ રહ્યા છીએ-
અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ પણ ફેશન અને સ્ટાઈલના મામલામાં બોલીવૂડ એક્ટ્રેસને ટક્કર મારે છે. અનંત અને રાધિકાના લગ્નને એક વર્ષ પૂરું થયું છે અને બોલીવૂડ સેલેબ્સથી લઈને ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝ પણ અનંત અને રાધિકાને લગ્નની શુભેચ્છા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકાના લગ્નના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં વર-વધુના રોયલ લૂક્સની સાથે સાથે જ્વેલરીની પણ ચર્ચામાં આવી છે.
આ પણ વાંચો: રાધિકા મર્ચન્ટે સસ્તા વ્હાઈટ ડ્રેસ સાથે કેરી કરેલી પર્સની કિંમત જાણો છો?
આમ તો અંબાણી પરિવારની નાની વહુરાણી રાધિકાના દરેક આઉટફિટ અને જ્વેલરી ખૂબ જ યુનિક હતા પણ જે એક ઘરેણાંએ લોકોનું ધ્યાન સૌથી વધુ પોતાની તરફ ખેંચ્યું એ હતી તેની સગાઈની વીંટી. રાધિકાની ઈન્ગેજમેન્ટ રિંગ ખૂબ જ ખાસ હતી, કારણ કે આ રિંગ પર રાધિકા અને અનંતના નામના ફર્સ્ટ ઈનિશિયલ્સ જોવા મળ્યા હતા અને આ ઈનિશિયલ્સ, પણ એ રીતે લખવામાં આવ્યા હતા કે જ્યારે રાધિકા પોતાની હથેળી દેખાતે ત્યારે જ દેખાય.
અંબાણી પરિવારની નાની વહુ રાધિકાની ડાયમંડ ઈન્ગેજમેન્ટ રિંગમાં એ અને આર લખવામાં આવ્યા છે અને એની વચ્ચે હાર્ટ શેપ જોવા મળી રહ્યું છે જે વીંટીની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. રાધિકાની આ વીંટી પર ઈનિશિયલ્સ અંદરની તરફ એટલે કે હથેલીની બાજુ બનાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટે અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. રાધિકાનો આ આઉટફિટ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. આ સાથે તેણે પહેરેલી જ્વેલરી પણ ખૂબ જ ખાસ લાગી રહી હતી.