વાઈરલ વીડિયોઃ અંબાણી પરિવારે ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો વહુરાણી બર્થડે, જોઈને તમે પણ…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવાર હાલમાં જ દિવાળીનું ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું પરંતુ એ પહેલાં પરિવારના નાના વહુરાણી એટલે કે રાધિકા મર્ચન્ટના બર્થડે ગયો. 16મી ઓક્ટોબરના રાધિકાનો બર્થડે હતો અને હવે સોશિયલ મીડિયા પર રાધિકાના બર્થડે પાર્ટીના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં રાધિકાનો અંદાજ જોઈને તમારા હોંશ ઊડી જશે. ચાલો જોઈએ શું છે ખાસ રાધિકાના બર્થડે લૂકમાં અને કોણ કોણ પહોંચ્યું હતું બર્થડે પાર્ટીમાં…
અંબાણી પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટના બર્થડે પાર્ટીમાં પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી. આ ફોટો જોયા બાદ તમને પણ ખ્યાલ આવશે કે રાધિકાની બર્થડે પાર્ટી કોઈ સ્ટડેડ ગ્રાન્ડ સેલિબ્રેશનથી જરાય કમ નથી. એવું કહી શકાય કે રાધિકાની આ બર્થડે પાર્ટીની ઈવનિંગ ખૂબ જ શાનદાર રહી હતી. રાધિકાની આ બર્થડે પાર્ટીના ફોટો તેના મિત્રોએ શેર કર્યા છે, જેમાં જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, નીતા અંબાણી, તારા સુતારિયા જેવી અનેક હસ્તીઓ જોવા મળી રહ્યા છે. આ સેલિબ્રેશન કોઈ વંડરલેન્ડ જેવું જ છે.
આ પાર્ટીનો માહોલ ગ્લેમરસ અને મસ્તીથી ભરપૂર હતો, ગુલાબી બોલ પિટ, કેન્ડિડ પોલરોઈડ મોમેન્ટ્સ અને રાધિકાના ફોટોવાળા કસ્ટમાઈઝ્ડ ટી-શર્ટ્સે આ જશ્નને વધારે ખાસ બનાવ્યો હતો. દરેકનું ધ્યાન ટી-શર્ટ પર જ રહ્યું હતું. નીતા અંબાણીથી લઈને ઓરી સુધી દરેક વ્યક્તિએ કસ્ટમાઈઝ્ડ ટી-શર્ટ પહેર્યું હતું.
ઓરીએ આ પાર્ટીના ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, જેમાં પાર્ટીના ખાસ અને મજેદાર પળોને એક રીલમાં સમેટવામાં આવી છે. આ વીડિયોની કેપ્શનમાં ઓરીએ લખ્યું છે કે રાધિકા અંબાણીનું જશ્ન… આ વીડિયો પર યુઝર્સ અને સેલિબ્રેટી લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો જાણીતી ફ્રેન્ડ્સ થીમ સોન્ગ પર આધારિત છે અને એમાં રાધિતા પરિવાર અને મિત્રો સાથે જોવા મળી રહી છે. નીતા અંબાણી ખૂબ જ વ્હાલથી વહુરાણી રાધિકાને ગળે લગાવે છે, જે એકદમ ઈમોશનલ મોમેન્ટ અને પર્સનલ મોમેન્ટ હતી. અનંત અંબાણી અને આકાશ અંબાણી પણ આ મોન્ટાજમાં જોવા મળી રહ્યા છે. તારા સુતારિયા બોયફ્રેન્ડ વીર પહારિયા સાથે જ્યારે જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે જોવા મળી હતી.
આ પણ વાંચો…ઈવેન્ટમાં કાંચીવરમ સાડી પહેરી નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીને પણ પાછળ છોડી, લૂક જોઈને તો…