આ કોની સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો Radhika Merchantએ, પતિ Anant Ambaniએ આપ્યું રિએક્શન…

દુનિયાના ધનવાન પરિવારમાં જેમની ગણતરી એવા અંબાણી પરિવાર (Ambani Family)નો દરેક સભ્યપ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. એમાં પણ જ્યારથી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) લગ્ન કરીને અંબાણી પરિવારમાં આવી છે ત્યારથી તો લોકોનું ધ્યાન રાધિકા પર જ રહે છે.
રાધિકા મર્ચન્ટ પણ પોતાની અદાઓથી લોકોને ઈમ્પ્રેસ કરે છે, પછી સાસુ નીતા અંબાણી સાથે ફેમિલી કે સોશિયલ ફંક્શન હોય કે કોઈ ચેરિટી ઈવેન્ટ. પરંતુ રાધિકા મર્ચન્ટના જન્મદિવસે અત્યાર સુધી રાધિકાનું ના જોવા મળ્યું હોય એવું રૂપ જોવા મળ્યું હતું. પોતાના જન્મદિવસે રાધિકા મર્ચન્ટે કંઈક એવું કર્યું હતું કે એ જોઈને અનંત અંબાણી (Anant Ambani)એ આપેલું રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે.
વાત જાણે એમ છે કે 16મી ઓક્ટેબરના રાધિકાનો જન્મદિવસ હતો અને રાધિકાના મિત્ર ઓરીએ પ્રિ-સેલિબ્રેશનનો અનસીન વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રાધિકા સાથે અનંત પણ જોવા મળી રહ્યો છે. રાધિકા આ વીડિયો સેવા સદનના બાળકો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. લાઈટ ગ્રીન કલરના સૂટ પર પિંક અને બ્લુ કલરના બુટ્ટા બનાવવામાં આવ્યા હતા. આ ડ્રેસમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી અને એની સાદગી જોઈને અનંદને પણ એના પર વ્હાલ આવી ગયું હતું. રાધિકાએ આ સમયે નો મેકઅપ લૂક અને કાનમાં સ્ટડ ઈયર રિંગ્સ પહેર્યા હતા.
આ પણ વાંચો : ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા કેક કટ કરતી જોવા મળી હતી અને બાળકો સાથે ડાન્સ અને મોજ-મસ્તી કરતી જોવા મળી હતી. રાધિકાને આ રીતે બાળકો સાથે મસ્તી કરતી જોઈને અનંત પણ દૂર ઊભો રહીને તેને પ્રેમથી નિહાળી રહ્યો હતો. અનંત અને રાધિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો જોઈ લો…