Anant Ambani-Radhika Merchant એ પોતાના સ્ટાફ સાથે કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. આ પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પતિ અનંત અંબાણી સાથે પોતાના ઘરમાં એક સ્ટાફના બર્થડેનું સેલિબ્રેશન કરી રહી છે.
Also read : ભૂમિ પેંડણેકરને ભારતમાં ડર લાગે છેઃ કિરણ રાવ જેવું જ નિવેદન
આ વીડિયો વાઈરલ થતાં જ ફેન્સ અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના બે મોઢે વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં અનંતક પોતાના સ્ટાફ માટે હેપ્પી બર્થડે સોન્ગ ગાઈ રહ્યો છે અને કેક કટ કરીને તેને ખવડાવીને ગળે લગાવી રહ્યા છે. અનંતની આ સિમ્પલીસિટી જોઈને ફેન્સ પણ એકદમ ફિદા થઈ ગયા છે. ચાલો જોઈએ આ વાઈરલ વીડિયો
અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ પોતાના લગ્ન બાદથી સતત લાઈમલાઈટમાં રહે છે. રાધિકા અને અનંતે 2024માં લગ્ન કર્યા હતા. જામનગર ખાતે યોજાયેલા આ લગ્ન સમારોહમાં બોલીવૂડથી લઈને હોલિવૂડ અને સ્પોર્ટ્સથી લઈને પોલિટિક્સ અને બિઝનેસમેન વગેરેએ હાજરી આપી હતી. રાધિકા જ્યાં જાય ત્યાં પેપ્ઝ તેને ફોલો કરતાં રહે છે.
હવે અનંત અને રાધિકા મર્ચન્ટનો પોતાના સ્ટાફનો આ રીતે જન્મદિવસ મનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સને અનંત અને રાધિકાનો આ સાદગીપૂર્ણ વ્યવહાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર કમેન્ટ્સ અને લાઈક કરી રહ્યા છે.
Also read : આલિયા, કરિશ્મા કે કરિના કોની સાડી સૌથી સુંદર? તમે જ કહો
એક વ્યક્તિએ આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ જ સારી રીતે એમનો ઉછેર થયો છે. ભગવાન હંમેશા તેમના પર મહેરબાન રહે. બીજા એક યુઝરે લખ્યું છે કે ખૂબ જ વિનમ્ર. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે તેઓ ખૂબ જ પ્રેમાળ અને દયાળુ દંપતિ છે. અમુક રિપોર્ટમાં એવો દાવો કરવામા આવ્યો છે કે અનંત અંબાણીએ પોતાના સ્ટાફનો જન્મદિવસ ઉજવવા માટે પ્રાઈવેટ જેટનો ઉપોગ કર્યો હતો.