હવે OTT પર જોવા મળશે આર. માધવનનો કાળો જાદુ..
અજય દેવગન આર માધવન અને જ્યોતિકાની બ્લોકબસ્ટર હોરર, થ્રિલર ફિલ્મ ‘શૈતાન’ થિયેટર હોલમાં દર્શકોને ડરાવ્યા બાદ હવે OTT પર પણ રિલીઝ કરવામાં આવી છે. બ્લેક મેજીક પર આધારિત આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી. જો તમે થિયેટરમાં આ ફિલ્મ જોઈ શક્યા ન હો તો હવે તમે ઘરે બેસીને આ ફિલ્મ જોઈ શકશો. તમે આજથી એટલે કે ચાર મેથી OTT પ્લેટફોર્મ પર શૈતાન જોઈ શકો છો. OTT પ્લેટફોર્મે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટદ્વારા OTT પર શૈતાનને રિલીઝ કરવાની માહિતી આપી હતી.
ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે OTT પ્લેટફોર્મે લખ્યું હતું, ઘરના દરવાજા બંધ રાખો, એવું ના થાય કે શૈતાન આવી જાય. શૈતાન 8 માર્ચે સિનેમાઘરોમાં રજૂ થઈ હતી. આ ફિલ્મને IMDbનું 7.2 રેટિંગ મળ્યું હતું. આ ફિલ્મે વિશ્વભરમાં 212 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શૈતાનની OTT રિલીઝના સમાચાર આવતાની સાથે જ લોકોએ નેટફ્લિક્સ ઇ્ડિયાની પોસ્ટ પર ટિપ્પણી કરીને OTT રિલીઝ પર ખુશી વ્યક્ત કરી હતી.
https://www.instagram.com/p/C6gTPYuoa4T/?utm_source=ig_web_copy_link
શૈતાન ફિલ્મમાં આર માધવન, અજય દેવગન, જ્યોતિકા, જાનકી બોધીવાલા અને અંગદ રાજ જેવા કલાકારોએ કામ કર્યું છે. ચિલ્લર પાર્ટી, ક્વિન, શાનદાર, સુપર-30 જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકેલા વિકાસ બહલે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ માતા-પિતાની પોતાની પુત્રીને ‘શૈતાન’ એટલે કે આર માધવનથી બચાવવાના સંઘર્ષની વાર્તા છે. ફિલ્મમાં આર માધવનનો હોરર લૂક લોકોને પસંદ આવી રહ્યો છે.