Nita Ambaniની આ ક્વોલિટી બનાવે છે તેમને Best Mother In Law…
નીતા અંબાણી (Nita Ambani) અવારનવાર પોતાની વૈભવી અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતા હોય છે. હાલમાં જ દીકરા અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના સેકન્ડ પ્રિ-વેડિંગ બેશનું ઈટલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમયે પણ હંમેશની જેમ જ તેમણે પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. પરંતુ શું તમને ખબર છે કે એક સારા વ્યક્તિત્વની સાથે એક બેસ્ટ સાસુ પણ છે અને આજે આપણે અહીં વાત કરીશું નીતા અંબાણીની એવી ક્વોલિટી વિશે કે જે તેમને એક બેસ્ટ મધર ઈન લો પણ બનાવે છે. આવો જોઈએ શું છે એ ક્વોલિટી…
નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન તો છે પણ એની સાથે સાથે તે એક સારી સાસુ પણ છે અને તે આ વાત અવારનવાર એ વાત પૂરવાર પણ કરતાં હોય છે. નીતા અંબાણી જ્યારે પણ પોતાની બંને વહુ શ્લોકા મહેતા (Shloka Maheta) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે જોવા મળે છે ત્યારે તેમના વચ્ચે એક સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળે છે.
કોઈ પણ ફેમિલી ફંક્શન, ઈવેન્ટ હોય કે પાર્ટી હોય કે નીતા અંબાણી (Nita Ambani) હંમેશા પોતાની બંને વહુઓના હાથ પકડીને પોઝ આપતી કે ચાલતી જોવા મળે છે. આવું કરીને નીતા અંબાણી સાબિત કરે છે કે તે બંને વહુઓને દીકરીની જેમ રાખે છે. આ સિવાય કેમેરાની સામે પણ બંને વહુઓ સાસુ પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.
જ્યારે પણ કેમેરાની સામે નીતા અંબાણી તેમની બંને વહુરાણીઓ સાથે સ્પોટ થાય છે ત્યારે તેઓ સાસુ-વહુ કરતાં ફ્રેન્ડ્સની જેમ વધારે જોવા મળે છે. એટલું જ નહીં ગિફ્ટ્સ આપવામાં પણ નીતા અંબાણીનો જોડો જડે એમ નથી અને આ જ કારણે તે પોતાની વહુઓને કરોડોના ઘરેણાં ભેટમાં આપી દેતા અચકાતા નથી.
નીતા અંબાણી એક સપોર્ટિવ સાસુ છે અને તે અવાર નવાર પોતાની વહુ રાધિકા અને શ્લોકા સાથે હેન્ગ આઉટ કરતી જોવા મળે છે. ફંક્શનમાં સાસુ-વહુની જોડી એકદમ હળી-મળીને જોવા મળી રહી છે તેમનું ટ્યૂનિંગ જોવા મળે છે. એટલું જ નહીં પણ નીતા અંબાણી એ વાતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે કે તેમની વહુઓને કોઈ પણ પ3કારની મુશ્કેલીના પડે. તે પોતાની બહુોને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ નેચર ધરાવે છે.
બસ, આ બધી જ ક્વોલિટી નીતા અંબાણી (Nita Ambani)ને બેસ્ટ સાસુ બનાવે છે અને તેમની વહુઓ સાસુ પર પ્રેમ વરસાવે છે…