મનોરંજન

Bollywood: Pushpa-2ના 30 મિનિટના સિન માટેનો ખર્ચ જાણશો તો…

એક્ટર અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પા- ધ રૂલ ચર્ચામાં છે. ફિલ્મ પુષ્પા-ધ રાઈઝની સફળતા બાદ અલ્લુ અર્જુનની આ ફિલ્મ પેન ઈન્ડિયા ફિલ્મ હતી અને દેશભરમાં ખૂબ જ કમાણી કરી હતી. ત્યારે સ્વાભાવિક છે કે નિર્માતાઓને આશા હશે કે સિક્વલ પણ સારી કમાણી કરશે. જોકે આ ફિલ્મના નિર્માતાઓને કંઈક વધારે જ વિશ્વાસ લાગે છે અને તે વાત સાબિત થાય છે ફિલ્મ અંગેના એક અહેવાલથી. હવે અહેવાલમાં જાણે એમ જણાવવામાં આવ્યું છે કે પુષ્પાનો એક સિન શૂટ થયો છે. આ સિન-સિકવન્સ અડધી કલાક એટલે કે 30 મિનિટ ચાલ્યું છે અને તેના શૂટિંગમાં રૂ. 50 કરોડ લાગી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુષ્પાના બીજા ભાગની એક સિક્વન્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે ઘણા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. તેનું શૂટિંગ 35 દિવસ સુધી ચાલ્યું. આ સિન વિશે વાત કરીએ તો ગંગામ્મા તલ્લી જાથારાનો એક સીન ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઇન્ટરવલ પહેલા જ બતાવવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ વાર્તાનો મુખ્ય ભાગ હશે, જે લગભગ 30 મિનિટ સુધી ચાલશે. હવે આ આ સિક્વન્સના શૂટિંગમાં 35 દિવસનો સમય લાગ્યો છે અને સાથે સિક્વન્સના શૂટિંગમાં પણ રૂ. 50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લુક તિરુપતિ ગંગામ્મા જાથારાથી પ્રેરિત છે.

ઘણીવાર પલેહી ફિલ્મ જેટલો બિઝનેસ બીજી ફિલ્મ કરે નહીં એમ પણ બનેત્યારે જોવાનું એ છે નિર્માતાના આ 50 કરોડ 500 કરોડમાં ફેરવાય છે કે પછી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button