Bad News: Pushpa-3માંથી કપાશે આ કલાકારનું પત્તું, ડિરેક્ટર સાથેનું મતભેદ છે કારણ…

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ફિલ્મ પુષ્પા-ટુ (Pushpa-2)ને કારણે ખૂબ જ ચર્ચામાં છે. પુષ્પા-ટુએ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ બ્રેક કરી રહી છે ત્યાં પુષ્પાના ફેન્સ માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે ફિલ્મના ત્રીજા ભાગમાંથી મહત્ત્વના કેરેક્ટરની બાદબાકી થઈ શકે છે. આવો જોઈએ કોણ છે કલાકાર અને કયા કારણસર આ કલાકારને ટાટા-બાય બાય કરવામાં આવશે-
ફિલ્મની અલ્લુ અર્જુનની સ્ટાઈલ અને ના ઝૂકનારા એટિટ્યૂડને કારણે ફિલ્મ સુપરડુપર હિટ સાબિત થઈ રહી છે. ફિલ્મે હિંદી સહિત અન્ય ભાષામાં પણ સારી એવી કમાણી કરી રહી છે. ફિલ્મમાં દર્શકોને અલ્લુ અર્જુનનું કેરેક્ટર જેટલું લોકોને પસંદ આવ્યું હતું એટલું જ ફહાદ ફાઝિલના કેરેક્ટરને પણ પસંદ કર્યું હતું. પરંતુ બીજા ભાગમાં એનું કામ એટલું ખાસ નહોતું. હવે એવી માહિતી સામે આવી રહી છે કે પુષ્પા થ્રીમાંથી ફહાદ ફાઝિલનું પત્તું કપાઈ જશે.
આ પણ વાંચો : પુષ્પા-ટુ ની શ્રીવલ્લીનું પહેલું ઓડિશન આવું હતું…
પુષ્પા-ટુ ફિલ્મના અંતમાં જ દેખાડવામાં આવ્યું છે કે ફિલ્મના મેકર્સે તેના ત્રીજા ભાગની જાહેરાત કરી દીધી છે એટલે કે પુષ્પાના રૂલની સ્ટોરી બીજા ભાગ પૂરતી જ સિમીત નહીં રહે. પુષ્પાના ત્રીજા ભાગમાં ઈન્ટરનેશનલ ખેલાડી પણ દેખાડવામાં આવશે. પરંતુ ત્રીજા ભાગમાં ફહાદ ફાઝિરે ભજવેલું ભંવર સિંહ શેખાવતનું કેરેક્ટ જોવા મળશે કે?
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ફહાદ ફાઝિલે ફિલ્મ પુષ્પા-3થી કિનારો કરી લીધો છે. ફિલ્મના મેકર્સે તેને ત્રીજા ભાગમાં લેવાનો પૂરેપૂરો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ફહાદ અને ડિરેક્ટર સુકુમાર વચ્ચે થયેલાં મતભેદને કારણે હવે આ પ્લાન આગળ નહીં વધી શકે અને પુષ્પા થ્રીમાંથી ફહાદ ફાઝિલનું પત્તું કપાઈ જશે, એ વાત તો ચોક્કસ જ છે.