સિનેમાપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે પુષ્પા: ધ રૂલની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. પુષ્પા-2માં ફહાધ ફાઝિલની એસીપી ભંવરસિંહ શેખાવતની ભૂમિકાને મોટા પડદે વિસ્તરવાનો મોકો મળશે. ફિલ્મના મેકર્સે આ વખતે સેકંડ પાર્ટનું ખૂબ મોટાપાયે નિર્માણ કર્યું છે. ફિલ્મના પહેલા ભાગ પુષ્પા: ધ રાઇઝ કરતા પણ વધુ ખર્ચે એટલે કે અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે આ ફિલ્મ બનાવવામાં આવી છે.
પુષ્પા: ધ રૂલ આવતા વર્ષના ઓગસ્ટ મહિનામાં એટલે કે 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021માં રિલીઝ કરવામાં આવ્યો હતો. જેના લગભગ 2 વર્ષ બાદ હવે તેની સિક્વલ રજૂ થશે. આ ફિલ્મ માટે અલ્લુ અર્જુનને સર્વશ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં 69મો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો.
પુષ્પાના બીજા ભાગમાં ફહાધ ફાઝિલ સહિત રશ્મિકા મંદાના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જો કે પુષ્પા: ધ રૂલના મેકર્સ તો રિલીઝ પહેલા જ સારીએવી કમાણી કરી રહ્યા છે. રિપોર્ટ્ઝ મુજબ ફિલ્મ મેકર્સએ ફિલ્મના ઓડિયો રાઇટ્સ વેચીને સાહો, RRR, અને બાહુબલી જેવી ફિલ્મો કરતા પણ વધુ કમાઇ લીધા હોવાની ચર્ચા થઇ રહી છે.