પાંચમે દિવસે પુષ્પા-2ની રફતાર રોકાઈઃ સોમવારે થયું આટલું કલેક્શન
સુપરફાસ્ટ એક્સપ્રેસની જેમ ચાલતી અલ્લુ અર્જુનની પુષ્પા-2 સોમવારે થોડી ધીમી પડી હોવાનું જણાઈ રહ્યું છે. જોકે ફિલ્મે રિલિઝ થયાના ચાર દિવસમાં કેટલાયે રેકોર્ડ તોડી રૂ. 800 કરોડ જેટલી કમાણી કરી લીધી છે.
સોમવારે ફિલ્મે રૂ. 64 કરોડની કમાણી કરી છે. સોમવાર વર્કિગ ડે હોવા છતાં આ આંકો નાનો ન કહેવાય, પરંતુ અગાઉ બાહુબલીએ સોમવારે રૂ. 80 કરોડ કમાયા હતા. આ રેકોર્ડ પુષ્પા-2 ન તોડી શકી.
સોમવારે પુષ્પા-2 હિન્દીએ રૂ. 46 કરોડ કમાયા બાકી તેલુગુ, તમિળ, કન્નડ ભાષાની ફિલ્મો તો ઘણો ઓછો બિઝનેસ કરી શકી છે.
પુષ્પાએ વર્લ્ડવાઈડ રૂ. 812 કરોડની કમાણી રવિવારે રાત સુધીમાં એટલે કે ચાર દિવસમાં કરી હોવાનું અહેવાલ જણાવે છે. જોકે એક અહેવાલ અનુસાર પુષ્પા-2 રૂ. 1000 કરોડન ક્લબમાં ફટાફટ પોહંચી જશે, પરંતુ સોમવારના આંકડા જોતા હજુ 900 કરોડ પહોંચ્યું નથી.
Also Read – સૌથી વધુ ઝડપથી રૂપિયા 1000 કરોડની કમાણી કરી આ ફિલ્મોને પાછળ મૂકશે Pushpa 2…
આજે છઠ્ઠો દિવસ છે. બાહુબલી-2એ રૂ. 1000 કરોડનો આંકડો આંબવા માટે 10 દિવસ લીધા હતા. પુષ્પાએ આવનારા ત્રણ દિવસમાં આ આંકડો સર કરવો પડે તેમ છે. જોકે ફિલ્મ જે રફતારથી ચાલી રહી છે તે જોતા આ રેકોર્ડ તૂટવાની પૂરી સંભાવના છે.
પુષ્પા-2ને ક્રિટિક્સ અને ઓડિયન્સ બન્ને તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે. અલ્લુ અર્જુન સાથે બધા કલાકારો, સંગીત અને સુકુમારનું ડિરેક્શન ફિલ્મને માણવાલાયક બનાવે છે, તેવા અહેવાલો છે. ફિલ્મની લેન્થ 3.20 મિનિટ છે.