Pushpa 2 એ રિલીઝ પૂર્વે તોડયા આ ફિલ્મોના રેકોર્ડ, આટલી ટિકિટો વેચાઈ
મુંબઈ : અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ “પુષ્પા -2 ધ રૂલ “(Pushpa 2 ) 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. દર્શકોની સાથે સાથે ટ્રેડ એક્સપર્ટની નજર પણ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પુષ્પા 2 બુક માય શો પર 10 લાખ ટિકિટો વેચનારી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ છે. આ બાબતમાં આ ફિલ્મે ” કલ્કિ 2898 એડી, બાહુબલી 2 અને કેજીએફ ચેપ્ટર 2ને પાછળ છોડી દીધી છે.
Also read: Pushpa-2ના Makersએ દર્શકો સાથે Cheating, આવો જોઈએ શું છે આખો મામલો…
10 લાખ ટિકિટો વેચાઈ
પુષ્પા 2ની રિલીઝ પહેલા તેની એડવાન્સ બુકિંગ સાથે જોડાયેલા ઘણા આંકડા સામે આવી રહ્યા છે. હવે બુક માય શોની અખબારી યાદી અનુસાર, ફિલ્મના પ્રી-રીલીઝ વેચાણે રેકોર્ડ તોડી નાખ્યા છે. બુક માય શોમાં તેની 10 લાખ ટિકિટ વેચાઈ છે.
મોટી ફિલ્મોને પાછળ છોડી
બુક માય શોના સીઓઓ આશિષ સક્સેનાએ કહ્યું, ‘બધા રેકોર્ડ તોડીને “પુષ્પા 2 ધ રૂલ” 10 લાખ ટિકિટના વેચાણને પાર કરી ચૂકી છે. તેણે કલ્કિ 2898 એડી, બાહુબલી 2: ધ કન્ક્લુઝન અને કેજીએફ ચેપ્ટર 2 પાછળ છોડી દીધું છે.
Also read: ‘પુષ્પા’ Allu Arjunના બર્થ-ડે માટે પત્નીએ રાખી સ્પેશિયલ પાર્ટી
ઓપનિંગ અને વીકેન્ડ કલેક્શન રેકોર્ડ તોડી શકે છે.
બુક માય શોના સીઓઓ આશિષે કહ્યું, ‘હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ, દિલ્હી-એનસીઆર અને સમગ્ર દેશમાંથી ચાહકો બુક માય શોની ટિકિટ બુક કરવા માટે ઉમટી રહ્યા છે. આ ઉપરાંત એવી અપેક્ષા રાખવામાં આવે છે કે “પુષ્પા 2” ઉત્તર અને દક્ષિણ બંને બજારોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થશે. અલ્લુ અર્જુનના દક્ષિણમાં મજબૂત ચાહકો છે અને તેનો પહેલો ભાગ જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલના અભિનય અને પ્રતિભાએ પણ સિક્વલને મજબૂત બનાવ્યું છે. ફિલ્મનું ઓપનિંગ અને વીકેન્ડ કલેક્શન આ વર્ષના રેકોર્ડ