બાહુબલી, જવાન બધાને પાછળ છોડી પુષ્પા-2એ કરી રેકોર્ડ બ્રેક ઑપનિંગ
ફિલ્મી પંડિતોની ભવિષ્યવાણીઓ આમ તો સાચી પડતી નથી, પરંતુ પુષ્પા-2 ધ રૂલ મામલે તમામ આગાહીઓ થોડી વધારે જ સાચી પડી છે. રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ બાદ હવે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મે ઑપનિંગ કલેક્શનનો રેકોર્ડ પણ બ્રેક કર્યો છે.
સુકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે હિન્દીભાષી બેલ્ટમાં પહેલા દિવસની કમાણીમાં શાહરૂખ ખાનની જવાનનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર જવાન ફિલ્મે પહેલા દિવસે રૂ. 65 કરોડની કમાણી કરી હતી જ્યારે પુષ્પા-2નું પહેલા દિવસનું કલેક્શન રૂ. 67 કરોડ થયું છે.
Also Read – મુંબઈમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન એક શખ્સે આવી હરકત…
આ રેકોર્ડ પણ તૂટ્યો
પુષ્પા-2 અમુક થિયેટરોમાં ગુરુવારે એટલે કે નૉન-હૉલી ડેના રોજ રિલિઝ થઈ હતી. વર્કિંગ ડે હોવાથી અમુક શૉમાં જ લોકો ફિલ્મ જોવા જઈ શકે, પરંતુ પુષ્પાએ તો પણ એક જ દિવસમાં 67 કરોડ કમાઈ લીધા છે. સાઉથ ઈન્ડિયાના થિયેટરોમાં વહેલી સવાર અને આખી રાતના શૉ ચાલે છે, પરંતુ હિન્દીભાષી બેલ્ટમાં આમ ન હોવા છતાં આટલી કમાણી કરી છે. આજે શુક્રવારે બધા જ થિયેટરોમાં પુષ્પાના સૌથી વધારે શૉ હશે ત્યારે વીક એન્ડમાં ફિલ્મની કમાણીનો આંકડો ઘણો મોટો હશે.
ફિલ્મને દર્શકો અને વિવેચકોએ વખાણી છે, આથી ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન બધા રેકોર્ડ્સ તોડશે, તેમ માનવામાં આવે છે.