મનોરંજન

Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchan નહીં લે છુટાછેડા, જાણો કોણે કર્યો આવો દાવો?

બોલીવૂડના મોસ્ટ ક્યુટ અને એડોરેબલ કપલ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ને લઈને દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવતી હોય છે. છેલ્લાં કેટલાક સમયથી તો અભિષેક અને ઐશ્વર્યા ડિવોર્સ લઈ રહ્યા છે અને એનું કારણ નિમ્રત કૌર છે એવો દાવો કરતાં રિપોર્ટસ પણ સામે આવ્યા હતા. પરંતુ હવે જાણીતા ઈન્ફ્લ્યુઅન્સરે ઐશ્વર્યા, અભિષેક અને નિમ્રતને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો-

આ પણ વાંચો: Abhishek Bachchan એ કહ્યું ઐશ્વર્યાએ મને ફોન કરવો જ પડશે નહીં તો…

એક જાણીતા ઈન્ફ્લ્યુઅન્સરે આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ઐશ્વર્યા, અભિષેક અને નિમ્રત ત્રણે જણ મીડિયા અને લોકોને પાગલ બનાવી રહ્યા છે, કોઈ છુટાછેડા કે અફેયર નથી ચાલી રહ્યું. ઈન્ફ્લ્યુન્સરનું નામ પુનિત સુપરસ્ટાર છે. પુનિત અજીબોગરીબ વીડિયોને કારણે જાણીતો છે. પુનિતે એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે કોઈ ડિવોર્સ નથી થવાના. આ તો અભિષેક બચ્ચનની એક ફિલ્મ આવી રહી છે એને હિટ કરાવવા ચક્કરમાં અને લાઈમલાઈટમાં રહેવા માટેના ગતકડાં છે.

View this post on Instagram

A post shared by prakash kumar (@puneetsuper_starrrr)

પુનિતે આ વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો છે ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર ત્રણેય જણ મળીને પબ્લિક અને મીડિયા બંનેને ઉલ્લુ બનાવી રહ્યા છે. વાત જાણે એમ છે કે અભિષેક બચ્ચનની એક ફિલ્મ આવી રહી છે 20-25 વર્ષ બાદ. એટલે તે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે આ બધા ગતકડાં કરી રહ્યો છે. જેથી ફિલ્મ હિટ થઈ જાય.

આ પણ વાંચો: એક સમય હતો જ્યારે ઐશ્વર્યાને સલમાન ખાન વિશે આમ કહ્યું હતું, જૂઓ વીડિયો

આ વીડિયો સામે આવતા જ લોકો એના પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. બધા જાણે છે કે પુનિત આવા પ્રકારના વિવાદાસ્પદ વીડિયો બનાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે, આ જ કારણે કોઈ એને ખાસ સિરિયસલી લેતા નથી. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો આ વાઈરલ વીડિયો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button