રેહાન વાડ્રાએ અવિવા બેગ સાથે કરી સગાઈ, ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરતા થઈ પુષ્ટિ…

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાએ પોતાની બાળપણની મિત્ર સાથે સગાઈ કરી લીધી છે. રેહાન અને અવિવા બેગની સગાઈના ફોટા પણ વાયરલ થઈ રહ્યાં છે. જો કે, રેહાને જાતે જ ખુલાસો કર્યો છે કે, તેણે અવીવા સાથે સગાઈ કરી લીધી છે. રેહાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવીવા સાથેની કેટલીત તસવીરો પણ શરે કરી છે. જેમાં ખાસ અવિવાને પણ ટેગ કરવામાં આવી છે. એટલે દરેક પ્રકારની અફવાઓનો અંત આવી ગયો છે.
લોકો રેહાન અને અવિવા બેગને શુભેચ્છાઓ આપી
રેહાને પોતાના સોશિયલ મીડિયા ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં હાર્ટનું ઈમોજી અને રીંગનું ઈમોજી દેખાડ્યું છે. લોકો સોશિયલ મીડિયામાં રેહાન અને અવિવા બેગને શુભેચ્છાઓ પણ આપી રહ્યાં છે. આ ફોટોમાં રેહાન વાડ્રાએ ફોર્મલ જોધપુરી કપડાં પહેર્યાં છે. અવિવા વેગ વાઇન રંગની મખમલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જેથી લોકો અવિવાની સુંદરતાના પણ વખાણ કરી રહ્યાં છે. રેહાન અને અવિવાએ કઈ જગ્યાએ સગાઈ કરી છે તેની કોઈ વિગતો જાણવા મળી નથી અને ના તો વાડ્રા પરિવાર દ્વારા તેની કોઈ જાણકારી શેર કરી છે. રેહાને જે ફોટો પોસ્ટ કર્યાં તેમાં 29 ડિસેમ્બર 2025 લખેલું છે, એટલે આ તારીખે સગાઈ કરી છે તેવું કહીં શકાય પરંતુ કઈ જગ્યાએ સગાઈ કરી તે એક પ્રશ્ન છે.
પ્રિયંકા ગાંધીનો પુત્ર રેહાન અને અવિવા બાળપણના મિત્રો છે. મળતી જાણકારી પ્રમાણે અવિવાની માતા નંદિતા પ્રિયંક વાડ્રાની મિત્ર છે. રેહાન અને અવિવાના બાળપણના પણ કેટલાક ફોટો સોશિયલ મીડિયાાં શેર થયાં છે. બાળપણના ફોટોમાં રેહાને સફેદ રંગનો કૂર્તો પહેર્યો છે, જ્યારે અવિવાએ પીળા રંગનો શુટ પહેર્યો છે. આ ફોટોમાં બન્ને ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે.
પરિવાર દ્વારા આ માહિતીના સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી
સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, વાડ્રા પરિવાર નવા વર્ષની ઉજવણી કરવા માટે રણથંભોર ગયેલો છે. જેથી ચર્ચાઓ એવી છે કે, રેહાન અને અવિવાએ અહીં જ સગાઈ કરી હશે. જો કે, ગાંધી-વાડ્રા પરિવાર દ્વારા આ માહિતીના સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી છે. પરિવાર દ્વારા આ કાર્યક્રમ અંગે કોઈ પણ જાણકારી શેર કરી નથી, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ગાંધી-વાડ્રા પરિવાર જે હોટલમાં રોકાયો હતો ત્યાં સુરક્ષા પણ કડક રાખવામાં આવી હતી. પરિવારે ભરે પુષ્ટિ નથી કરી પરંતુ ફોટો પરથી બંનેએ સગાઈ કરી હોવાનું નક્કી છે. કારણ કે રેહાને પોતે ઇન્સ્ટાગ્રામ પર અવિવા સાથેની પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત કરી છે.



