પ્રિયંકાએ કયા અભિનેતા સાથે ઈન્ટિમેટ સીન કરવાની મનાઈ કરી હતી?
મુંબઈ: બૉલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવ્યા બાદ હૉલીવૂડ ફિલ્મોમાં પોતાનું જાદુ વિખેરી રહી છે. વિશ્વપ્રસિદ્ધ દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ અનેક ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન આપ્યા હતા, પણ પ્રિયંકાએ ‘7 ખૂન માફ’ ફિલ્મમાં અનુ કપૂર સાથે ઈન્ટિમેટ સીન કરવાની મનાઈ કરી હતી. આ વાતનો અનુ કપૂરે ખુલાસો કર્યો હતો. જોકે તે બાદ જોરદાર વિવાદ સર્જાયો હતો.
‘7 ખૂન માફ’ આ ફિલ્મમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે અનુ કપૂરે સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અનુ કપૂર સાથે પ્રિયંકાને એક ઈન્ટિમેટ સીન કરવા કહેવામાં આવ્યું હતું, પણ પ્રિયંકાએ આ સીન કરવાની ના પાડી હતી અને તેનું કોઈ કારણ પણ જણાવ્યું નહોતું.
પ્રિયંકાએ ભલે ઈન્ટિમેટ સીન ન કરવાનું કારણ ન જણાવ્યું હોય પણ અનુ કપૂરે એ બાબતનો ખુલાસો કર્યો હતો. અનુ કપૂરે કહ્યું હતું કે હું ગુડ લૂકિંગ ન હોવાથી પ્રિયંકાએ ઈન્ટિમેટ સીન કરવાની મનાઈ કરી હતી. પ્રિયંકાએ અનેક હીરો સાથે ઈન્ટિમેટ સીન કર્યા છે. હું સારો નથી દેખાતો એટલે પ્રિયંકાને મારી સાથે સીન કરવામાં વાંધો હતો.
અનુ કપૂરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયું હતું અને વિવાદ પણ સર્જાયો હતો. આ વાત પર પ્રિયંકાએ પણ અનુ કપૂરને જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ કહ્યું હતું કે જો કોઈ ફિલ્મમાં ઈન્ટિમેટ સીન કરવા માગે છે અને તેના પર ખરાબ કમેન્ટ પણ કરે છે જેથી હું આ પ્રકારની ફિલ્મમાં કામ નથી કરવા માગતી.
પ્રિયંકાનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો અને આ જવાબથી લોકોએ તેની પ્રશંસા કરી હતી. અનુ કપૂર અને પ્રિયંકાએ ‘7 ખૂન માફ’ અને ‘એતરાજ’ માત્ર આ બે ફિલ્મમાં જ સાથે કામ કર્યું હતું અને તે પછી બંનેએ ફરીથી સાથે ક્યારેય કામ કર્યું નથી.