દુનિયાનો સૌથી મોંઘો હાર પહેરીને બી-ટાઉનની આ એક્ટ્રેસે ઉડાવ્યા લોકોના હોંશ, પતિની આંખો પણ…
હેડિંગ વાંચીને તમારા મનમાં પણ એવો સવાલ ચોક્કસ જ થયો હશે ને કે આખરે કોણ છે આ અભિનેત્રી અને આખરે તેની પાસે આ મૂલ્યવાન હાર છે કયો? તમારી જાણ માટે કે આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ આપણી દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા (Priyanka Chopra) છે. પીસી પાસે દુનિયાનો સૌથી મોંઘો અને કિંમતી હાર છે અને મજાની વાત તો એ છે કે હારની કિંમત સાંભળીને તો પીસીના પતિ નિક જોનાસ પણ ચોંકી ઉઠ્યો હતો.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર પીસી પાસે રોમન બ્રાન્ડ બલ્ગારી (Roman Brand Bulgari) કલેક્શનનો હિસ્સો રહેલો ડાયમંડ નેકલેસ છે. આ નેકલેસ હાલમાં ખૂબ જ લાઈમલાઈટ લૂંટી રહ્યો છે. પીયર શેપના સાત ખૂબ જ મૂલ્યવાન ડાયમંડ્સ આ નેકલેસમાં જડવામાં આવ્યા છે અને એની કિંમત કરોડો રૂપિયાની છે.
આ પણ વાંચો: આ કોની સાથે ડેટમાં વ્યસ્ત છે પ્રિયંકા ચોપ્રા? નિક જોનાસને ખબર પડશે તો…
140 કેરેટનો આ નેકલેસ દુનિયાના સૌથી પ્રેશિયસ એટલે કે મૂલ્યવાન નેકલેસમાંથી એક છે આ ડાયમંડ સરપેન્ટી નેકલેસ પર બીજા પણ અનેક મૂલ્યવાન ડાયમંડ્સ જડવામાં આવ્યા હતા, જે એની સુંદરામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. વાત કરીએ આ હારની કિંમત વિશે તો તે આશરે 40 મિલિયન યુરો જેટલી છે.
પીસીએ હાલમાં જ આ મોંઘો અને ડિઝાઈનર હાર પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. પીસીનો આ નેકલેસ તેના આઉટફિટ સાથે એકદમ પરફેક્ટ લાગી રહ્યો હતો. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ નેકલેસની ગણતરી દુનિયાના સૌથી મોંઘા હારમાં કરવામાં આવે છે અને આ હાર વિશે જાણીને તો નિક જોનાસ ખુદ પણ ચોંકી ઉઠ્યો હતો. તમે પણ આ સુંદર અને બેશકિંમતી હાર ના જોયો હોય તો અત્યારે જ જોઈ લેજો…