મનોરંજન

‘વારાણસી’ ફિલ્મની ઈવેન્ટમાં દેસી લૂકમાં પ્રિયંકા ચોપરા જોવા મળી, મહેશ બાબુ માટે કહી આવી કંઈક વાત…

હૈદરાબાદ: લાંબા સમય બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે. પ્રિયંકા ચોપરા સાઉથના જાણીતા ફિલ્મ મેકર્સની ફિલ્મમાં પોતાના અભિનયનો જાદુ ચલાવવાની છે. આ ફિલ્મ મેકર્સ બીજું કોઈ નહીં, પરંતુ એસ. એસ. રાજામૌલી છે.

રાજામૌલીએ પોતાની આગામી ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાને સાઈન કરી છે. તાજેતરમાં આ ફિલ્મની ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં પ્રિયંકા ચોપરાનો દેસી લૂક જોવા મળ્યો હતો.

આપણ વાચો: પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ, જુઓ પીસીનો અંદાજ…

પ્રિયંકા ચોપરાએ જણાવ્યો પાછા ફરવાનો અનુભવ

એસ. એસ. રાજામૌલી અગાઉ ‘ગ્લોબટ્રોટર્સ’ નામની ફિલ્મ બનાવવાના છે, એવી ચર્ચા વહેતી થઈ હતી. જેના માટે રાજામૌલીએ મહેશબાબુ અને પ્રિયંકા ચોપરાને સાઈન કર્યા હતા. જોકે, હવે આ ફિલ્મનું નામ બદલીને ‘વારાણસી’ કરવામાં આવ્યું છે.

‘વારાણસી’ની લોન્ચ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરાનો દેસી લૂક જોવા મળ્યો હતો. પ્રિયંકાએ સફેદ કલરનો ભારે વર્કવાળી ચણિયાચોળી પહેરી હતી. સાથોસાથ તેણે મેચિંગ ઘરેણા પણ પહેર્યા હતા. આ સિવાય તેણે વાળનો ચોટલો બાંધી તથા માથે બિંદી લગાવીને પોતાના દેસી લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

લોન્ચિંગ ઇવેન્ટની ઓડિયન્સને સંબોધતા પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, “આ એ જગ્યા છે, જ્યાં પાછી આવીને હું ખૂબ ખુશ છું. તેલુગુ સિનેમામાં કામ કરવાનો સોથી વધારે આનંદ ત્યારે આવે છે, જ્યારે તમે ઇન્ડસ્ટ્રીના મહાન લોકો સાથે કામ કરો છો.”

આપણ વાચો: દુર્ગાપૂજામાં સિતારાઓનો મેળોઃ એકદમ સિમ્પલ લૂકમાં આવેલી પ્રિયંકા ચોપરાએ બધાનું ધ્યાન ખેંચ્યુ

હું તમને તેલુગુ બોલતી જોવા મળીશ

પ્રિયંકા ચોપરાએ ફિલ્મના હીરો મહેશબાબુના વખાણ કરતા કહ્યું હતું કે, “તમે અને તમારો પરિવાર, નમ્રતા-સિતારાએ મને ફીલ કરાવ્યું કે, હૈદરાબાદ મારું ઘર છે. તેના માટે ખૂબ ખૂબ આભાર.” પ્રિયંકા ચોપરાએ પોતાની મોટા ભાગની સ્પીચ હિંદીમાં આપી હતી.

જેને લઈને તેણે જણાવ્યું કે, “હજુ મને તેલુગુ આવડતું નથી, પરંતુ હું વચન આપું છું કે, હવે ફરી હું જ્યારે અહીં આવીશ, ત્યારે હું તમને તેલુગુ બોલતી દેખાઈશ.” ફિલ્મના વિલન પૃથ્વીરાજ અંગે પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, “તેઓ ફિલ્મમાં બહુ ભયાનક લાગે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ઘણા વિનમ્ર વ્યક્તિ છે.”

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના પરથી આ ફિલ્મમાં ‘મંદાકિની’ની ભૂમિકા ભજવશે, એવું જાણવા મળ્યું હતું. આ પોસ્ટરમાં પ્રિયંકાનો અદભૂત લુક જોવા મળ્યો હતો. પ્રિયંકા ચોપરા પીળી સાડીમાં સજ્જ થયેલી જોવા મળી હતી. તેણે કાનની બુટ્ટીઓ પહેરી હતી અને તેના વાળ ગૂંથેલા હતા. આ સિવાય તે પોસ્ટરમાં બંદૂક સાથે એક્શન મોડમાં જોવા મળી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button