દીકરી સાથે પ્રિયંકા ચોપરા પહોંચી મુંબઈ, એરપોર્ટ પર આ લૂકમાં જોવા મળી
મુંબઈ: બોલીવૂડ અને હોલીવૂડમાં નામ કમાવનારી દેસી ગર્લ હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં દીકરી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. નીક જોનાસ સાથે લગ્નગાંઠે બંધાયા બાદ આમ તો પ્રિયંકા ચોપરા વધુ સમય વિદેશમાં જ હોય છે, પણ પોતાના ચાહકોને ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ આપવા તે ભારત આવી જતી હોય છે.
ગુરુવારે પણ પ્રિયંકાના ચાહકોને આવી જ એક સરપ્રાઇઝ પ્રિયંકા ચોપરાએ આપી. પ્રિયંકા ચોપરા મુંબઈ એરપોર્ટ ઉપર પોતાની દિકરી માલતી સાથે દેખાઇ હતી. પ્રિયંકાએ પોતાની દિકરીને પોતાના ખોળામાં લીધેલી હતી અને માતા-પુત્રીની આ જોડી ખુબ જ ક્યૂટ દેખાઇ રહી હતી.
પ્રિયંકાનો એરપોર્ટ ઉપર માલતી સાથેનો ફોટો તરત જ ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગયો હતો અને પ્રિયંકાના ચાહકોએ આ ફોટાઓ ઉપર લાઇક્સનો વરસાદ વરસાવ્યો હતો. ફેન્સે પ્રિયંકાની બેબી ગર્લના વખાણ કરતી અનેક કોમેન્ટ્સ પણ કરી હતી.
કેઝ્યુઅલ પ્લેક ડ્રેસ ઉપર પ્રિયંકાએ હેટ પણ પહેરી હતી અને તેનો આ એરપોર્ટ લુક તેના ચાહકોને ખૂબ જ પસંદ પડ્યો હતો. જ્યારે તેની પુત્રી માલતી મેરી વ્હાઇટ અને ગ્રીન ચેક ડ્રેસમાં પોતાની કૂલ મમ્મીના ખોળામાં જોવા મળી હતી.
પ્રિયંકાએ પણ પાપારાઝીને નારાઝ કર્યા વિના પોતાના ફોટા પાડવા માટે અલગ અલગ પોઝ આપ્યા હતા.