મનોરંજન

Priyanka Chopra, Nick Jonas સાથે આ ક્યાં પહોંચી? સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…

Priyanka Chopra And Nick Jonas હાલમાં ઈન્ડિયા આવ્યા છે. બંને જણ અલગ અલગ ઈન્ડિયા આવ્યા છે અને બંને જણને અલગ અલગ જગ્યાએ સ્પોટ થાય છે. આજે દેસી ગર્લ Priyanka Chopra દીકરી Malti સાથે Ayodhya Ram Mandir રામ લલ્લાના દર્શન કરવા પહોંચી છે. સોશિયલ મીડિયા પર પીસીના અયોધ્યા મુલાકાતના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: અચાનક અમિતાભ બચ્ચન અયોધ્યા શા માટે પહોંચ્યા, શું કર્યું?

વાઈરલ થઈ રહેલાં ફોટોમાં પીસી પીળી સાડીની સાથે હાથમાં બંગડી પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે નિક જોનાસ પણ એથનિક વેરમાં જોવા મળી રહ્યા છે. જ્યારે દીકરી મેરી અને નિક પણ ભગવાન રામ લલ્લાની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. મિનિટોમાં જ આ પરફેક્ટ ફેમિલીનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો.

જેવા પીસી અને નિક અયોધ્યા પહોંચ્યા છે એવી જાણ થઈ કે ફેન્સની ભીડ જોવા મળી હતી. દરેક જણ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી થયું. પીસીને આ પહેલાં ભારતના અલગ અલગ મંદિરમાં દર્શન કરતી જોવા મળી છે અને આ પહેલાં જ્યારે પીસી ભારત આવી હતી ત્યારે પણ ફેન્સને તેનો આ અધ્યાત્મિક અવતાર જોવા મળ્યો હતો.

તમારી જાણ માટે કે ભારત આવીને પીસીને સૌથી પહેલાં બુલ્ગરીના ઈવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન દેસી ગર્લનો ફ્યુઝન લૂક જોવા મળ્યો હતો અને એ સમયે પણ તેની એક ઝલક મેળવવા માટે ફેન્સ એકદમ બેતાબ થઈ ગયા હતા. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય તકે પીસી જ્યારથી ભારત આવી છે ત્યારથી તે સતત લાઈમલાઈટમાં રહી છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button