દીકરી માલતી સાથે આ રીતે ધનતેરસ સેલિબ્રેટ કરી Priyanka Chopraએ…
દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા (Priyanka Chopra) બોલીવૂડમાં પોતાના નામનો ડંકો વગાડ્યા બાદ હવે હોલીવૂડમાં પણ પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવી રહી છે. લાંબા સમયથી પીસી લોસએન્જલસમાં જ રહે છે અને હવે ત્યાંની જ થઈને રહી ગઈ છે. જોકે, દેસી ગર્લની એક વાત ખૂબ જ સુંદર છે કે વિદેશમાં રહેવાં છતાં પણ તે પોતાના દેશ, સંસ્કૃતિથી જોડાયેલી છે અને સાત સમંદર પાર પણ ભારતીય તહેવારોને એટલી જ ધામધૂમથી મનાવે છે.
Also read: તો આ કારણે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો સંબંધ તોડી નાખ્યો…?
દર વર્ષે પતિ નિક જોનાસ અને સાસરિયામાં પ્રિયંકા ધામધૂમથી દિવાળી સેલિબ્રેટ કરે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું. પીસીએ આ સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં…
પ્રિયંકા ચોપ્રાએ સોશિયલ મીડિયા પર ધનતેરસના ફોટો શેર કર્યા હતા. આ દિવસે દીકરી માલતીને જ લક્ષ્મીનું સ્વરૂમ માનીને સુંદર બંગડીઓ પહેરાવી હતી. માલતી પણ આ સુંદર બંગડીઓ જોઈને એકદમ ખુશીથી ઝૂમી ઉઠી હતી.
પીસીએ માલતી, પોતાની અને નિકના હાથનો સુંદર ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે બધાને ધનતેરસની ખુબ ખુબ શુભેચ્છા… માલતીના નાનકડાં હાથમાં બંગડીઓ જોઈને ફેન્સ પણ એકદમ ખુશ થઈ ગયા હતા અને પીસીના વખાણ કરી રહ્યા છે કે પીસી પોતાની દીકરીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર આપી રહી છે. એક ઈન્ટરવ્યુમાં નિકે જણાવ્યું હતું કે તેને પત્ની પ્રિયંકાનો ઈન્ડિયન કલ્ચર ખૂબ જ પસંદ છે અને તે પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે પ્રિયંકાને કારણે જ તેને ભારકીય સંસ્કૃતિને નજીકથી જાણવા અને સમજવાનો મોકો મળ્યો છે.
Also read:Happy Birthday: બર્થ ડેના દિવસે જ અભિનેત્રીને મળ્યો જીવનસાથી?
હાલમાં જ સોશિયલ મીડિયા પર પીસી અને માલતીનો એક ઓડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે માલતીને હિંદી બોલવાનું શિખવાડી રહી છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં માલતી પપ્પા નિક સાથે હિંદીમાં વાત કરતી જોવા મળી રહી છે. પ્રોફેશમનલ લાઈફની વાત કરીએ તો પીસી હાલમાં જ સિટાડેલનું શૂટિંગ કરી રહી છે અને એ પહેલાં તેણે બ્લફનું શૂટિંગ પૂરું કર્યું હતું.