પ્રિયંકાનો ‘બોલ્ડ’ બર્થડે: બીચ પર બિકિની અવતાર વાયરલ!

પ્રિયંકા ચોપરાએ અઢારમી જુલાઈના પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, જ્યાં પરિવાર સાથે પોતાના અંદાજમાં ઉજવણી કરી હતી. બોલીવુડ પછી હોલીવુડમાં પોતાનું નામ કમાવનારી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા 43 વર્ષની થઈ છે.
એક્ટ્રેસે બહામાસમાં પતિ નિક જોનાસ, દીકરી માલતી મેરી અને પોતાના અંગત મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, પરંતુ આ વેકેશનની મોમેન્ટ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. પ્રિયંકાની ટ્રિપનો અંદાજ એકદમ બોલ્ડ હતો, જેને કારણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાએ વેકેશનની શાનદાર પોસ્ટ શેર કરી હતી, જેમાં એક કરતા અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. પહેલી તસવીરમાં પ્રિયંકા રેડ ડ્રેસમાં જોવા મળી હતી. ત્યાર બાદ અન્ય એક ફોટોમાં રેડ કલરની બિકિનીમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કર્યું હતું, જ્યારે બ્લેક ચશ્મા પહેર્યા હતા.

અન્ય એક તસવીરમાં પ્રિયંકા રેત પર બેસીને પોઝ આપ્યો હતો, જ્યારે અન્ય એક ફોટોમાં શાનદાર સ્વિમિંગ કરતી જોવા મળી હતી. એના સિવાય યલો કલરની બિકિનીમાં પતિ મહાશય સાથે હિંચકે ઝુલા ખાતી જોવા મળી હતી, જેમાં નિક પણ તેને ઝુલાવતો હતો.

સૌથી બોલ્ડ સીનની વાત કરીએ તો પ્રિયંકા નિક સાથે જાણે ફિલ્મના સેટ પર હોય એમ ઈન્ટિમેટ સીન આપતી હોય એ અંદાજમાં જોવા મળી હતી. દરિયામાં સૂતેલા નિક પર બેસેલી જોવા મળી હતી.

અન્ય એક તસવીરમાં પ્રિયંકાની દીકરી માલતીની ઝલક પણ જોવા મળી હતી અને અન્ય એક તસવીરમાં ફુલ ફેમિલીફ્રેન્ડ સાથે પોઝ આપ્યો હતો. દેસી ગર્લ પ્રિયંકા પોતાની પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે ડ્રીમ, અત્યાર સુધીની બેસ્ટ બર્થડે ટ્રિપ અને સમર વેકેશન અલવિદા. સાઉન્ડ ઓન.