મનોરંજન

બ્રિટિશ હોસ્ટે પ્રિયંકા ચોપરાનું અપમાન કર્યું, તેને ‘ચિયાંકા’ કહીને બોલાવી તો ચાહકો ભડક્યા

ભારતની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલમાં લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીની 140મી એનિવર્સરી સેલિબ્રેશનમાં ધૂમ મચાવી રહી છે. આ ઇવેન્ટમાં બુલ્ગારી બ્રાન્ડની જ્વેલરી પહેરેલી જોવા મળેલી પ્રિયંકાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દેસી ગર્લના લુક્સે લોકોના દિલ જીતી લીધા છે, પણ આ દરમિયાન એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેનાથી પ્રિયંકાના ફેન્સ નારાજ છે.

એક બ્રિટિશ ટીવી હોસ્ટે તેના કાર્યક્રમમાં પ્રિયંકાનું નામનો ઉચ્ચાર સાવ ખોટી રીતે કર્યો! આ હોસ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પ્રિયંકાના ફેન્સ તેના પર નારાજ થઈ રહ્યા છે. 


બ્રિટિશ હોસ્ટ પ્રિયંકાનું નામ બિલકુલ કહી શક્યા ન હતા, 
આ વર્ષના માર્ચ મહિનામાં બ્રિટિશ ટીવી હોસ્ટ એન્ડી પીટર્સ તેમના ‘ગુડ મોર્નિંગ બ્રિટન’ કાર્યક્રમ માટે લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમ પહોંચ્યા હતા. એન્ડી પોતાના કાર્યક્રમમાં આ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા સેલિબ્રિટીઓના મીણના પૂતળા વિશે વાત કરી રહ્યા હતા. જ્યારે એન્ડી તેના શો દરમિયાન પ્રિયંકાના મીણના પૂતળા પાસે પહોંચ્યો ત્યારે તે તેનું નામ લેવામાં થોથવાઇ ગયો હતો. તેણે પ્રિયંકા ચોપરાને ‘ચિયાંકા ચોપ ફ્રી’ જેવું કંઈક કહ્યું. ઘણી વખત પ્રયાસ કર્યા પછી પણ એન્ડી પ્રિયંકાનું નામ યોગ્ય રીતે બોલી શક્યો ન હતો.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરા તેની દીકરી માલતી સાથે આઈસ્ક્રીમની મજા માણતી જોવા મળી; ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

એન્ડી જ્યારે મ્યુઝિયમમાં હતો ત્યારે સ્ટુડિયોમાં બેઠેલા કાર્યક્રમના હોસ્ટ આદિલ રે અને ચાર્લોટ હોકિન્સે હાવભાવથી તેની ભૂલ સુધારી હતી. સ્ટુડિયોમાં બેઠેલા હોસ્ટે એન્ડીને ઠપકો આપતાં કહ્યું, ‘સાચું કહું તો એન્ડી, જો તમે કોઈની પાસે જાવ તો પહેલાં એનું નામ શું છે તે જાણી લેવું જોઇએ. આ છે પ્રિયંકા ચોપરા, ભારતીય બોલીવુડ અભિનેત્રી જે અમેરિકામાં એક મોટી સ્ટાર છે.

આ વાયરલ વીડિયોને જોઈને પ્રિયંકા ચોપરાના ફેન્સ ગુસ્સે થઈ ગયા છે .  લોકો એન્ડીની તૈયારીના અભાવ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે તેણે જાણી જોઈને પ્રિયંકાનું નામ ખોટું લીધું છે. એક યુઝરે લખ્યું હતું , ‘આ બહુ મોટો અનાદર કહેવાય, માત્ર નામ ખોટું લીધું એવું નથી. કોઈ પણ વ્યક્તિ આવી ભૂલ કરી શકે છે, પરંતુ આ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હતી.’ અન્ય એક ચાહકે કોમેન્ટ કરી કે, ‘કોઈ એન્ડી પીટર્સને કહે કે પ્રિયંકા ચોપરાએ મેડમ તુસાદમાં સ્થાન મેળવ્યું છે.’ આ વીડિયોથી ગુસ્સે થઈને એક પ્રશંસકે લખ્યું, ‘મને એન્ડી ગમતો હતો, પણ હવે નહીં! આ તેનું ખૂબ જ અસંસ્કારી, અને અસભ્ય વર્તન હતુ અને પ્રિયંકાનું નામ લેવું એટલું મુશ્કેલ નથી.

પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં હોલીવુડ પ્રોજેક્ટ ‘હેડ ઓફ સ્ટેટ’માં જોવા મળશે. આમાં તેની સાથે ઈદ્રિસ એલ્બા, જોન સીના અને જેક ક્વિડ જેવા હોલીવુડના મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે