Priyanka Chopraનો એ ફોટો જોઈને ફેન્સ ચિંતામાં, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા ન્યૂઝ…

બોલીવૂડ એક્ટ્રેસ અને દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા (Bollywood Actress Priyanka Chopra)ના ફેન્સ માટે ચિંતામાં મૂકનારા સમાચાર સામે આવી રહ્યો છે. એક્ટ્રેસને શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે. ખુદ પીસીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આ બાબતે માહિતી આપી છે.
અહીંયા તમારી જાણ માટે કે હાલમાં પીસી ફિલ્મ ધ બ્લફની શૂટિંગમાં વ્યસ્ત છે અને આ જ શૂટિંગના સેટ પર તે ઘાયલ થઈ હોવાની માહિતી મળી છે. એક સ્ટન્ટ સીન શૂટ કરતી વખતે તેને આ ઈજા પહોંચી હતી. પીસીએ ખુદ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઈજાનો ફોટો શેર કરીને ફેન્સ સાથે આ ન્યૂઝ શેર કર્યા છે.

સદ્ભાગ્યે પીસીને લાગેલી ઈજા ગંભીર નથી અને તેને માત્ર ગરદન પર એક કાપો પડ્યો છે. આ સિવાય તેને શરીર પર બીજે ક્યાંય ઈજા પહોંચી નથી. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલા ફોટોમાં ફિલ્મનું નામ બ્લફ પણ લથ્યું છે અને સ્ટન્ટ હેશગેટનો ઉપયોગ પણ કર્યો છે. સ્ટન્ટ કરતી વખતે પીસીને આ ઈજા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : પ્રેમમાં બે વખત ચીટિંગના દર્દમાંથી પસાર થવા પર Shahid Kapoorએ કહી આવી વાત…
ફિલ્મ વિશે વાત કરીએ તો હાલમાં જ પીસીએ આ ફિલ્મનું શૂટ શરૂ કર્યું છે અને ફિલ્મની સ્ટોરી 19મી સદીના કેરેબિયન પર આધારિત છે. જેમાં પીસી ખુદ એક સમુદ્રી લૂંટારા (ચાંચિયા)ની ભૂમિકામાં જોવા મળશે. હવે એ વાત તો સ્વાભાવિક છે કે પીસીને ડાકુનો રોલ કરવા માટે સ્ટન્ટ સીન પણ શૂટ કરવા પડશે અને સીન કરતી વખતે જ તેને ઈજા પહોંચી હતી.
જોકે, આ પહેલી વખત નથી કે પ્રિયંકા ચોપ્રાને આ રીતે શૂટિંગ વખતે ઈજા પહોંચી હોય. આ પહેલાં પણ ક્વાન્ટિકોની શૂટિંગ વખતે પણ તેને ઈજા પહોંચી હતી અને એ વખતે પણ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપતા લખ્યું હતું કે શૂટ કરતી વખતે તેને ઘૂંટણમાં ઈજા પહોંચી છે.