પિતાના નિધનના છ દિવસ પછી પ્રિયંકાએ પાર્ટીનું કર્યું હતું આયોજનઃ માતાએ કરી નાખ્યું રિવીલ

બોલિવૂડની સેન્સેશનલ બ્યુટી પ્રિયંકા ચોપરા હવે બોલીવુડ બાદ હોલીવુડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પ્રિયંકા ઘણી મુશ્કેલીઓ અને પ્રયત્નો પછી સફળતાના શિખરે પહોંચી છે. પ્રિયંકા હવે ઈન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે. આ દિવસોમાં પ્રિયંકા તેની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી એસએસ રાજામૌલીની ‘SSMB 28’માં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે જોવા મળશે. પ્રિયંકાના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અભિનેત્રી લાંબા સમય બાદ ભારતીય ફિલ્મમાં જોવા મળશે, જેનું શૂટિંગ હાલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે.
દરમિયાન, પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ પ્રિયંકાની આગામી ફિલ્મ અને તેના જીવનના મુશ્કેલ તબક્કા વિશે ચોંકાવનારી વાત કરી હતી. મધુ ચોપરાએ કહ્યું હતું કે તેમના જીવનના વિવિધ પાસાઓ વિશે વાત કરી. તેમણે તેના પતિ અશોક ચોપરાના મૃત્યુ વિશે પણ દિલ ખોલીને ચર્ચા કરી અને જણાવ્યું હતું કે કેવી રીતે પ્રિયંકાએ તેના પિતાના મૃત્યુના 6 દિવસ પછી તેની માતા મધુ ચોપરા માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ કરી ચોંકાવનારી વાત, એ ફિલ્મ નિર્દેશકની ગંદી માગણીને કારણે છોડી!
મધુ ચોપરાએ જણાવ્યું કે જ્યારે તેમના પતિ અને પ્રિયંકાના પિતા અશોક ચોપરાનું નિધન થયું ત્યારે તેમનો પરિવાર દુઃખી થઈ ગયો હતો. પરંતુ, દુઃખની આ ઘડીમાં પણ પ્રિયંકા તેની માતા અને ભાઈની પડખે ઊભી હતી. એટલું જ નહીં, તેણે તેના માટે જન્મદિવસની પાર્ટી પણ યોજી હતી, જેમાં તેણે જોન અબ્રાહમને પણ આમંત્રણ આપ્યું હતું. જ્હોને આ પાર્ટીમાં હાજરી આપી હતી.
મધુ ચોપરાએ કહ્યું હતું કે તેમના પતિનું મૃત્યુ 10 જૂન 2013માં થયું હતું અને મારો જન્મદિવસ 16 જૂને છે. હું 60 વર્ષની થઈ હતી અને તેઓએ મારા માટે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમની બીમારીના કારણે આખો પરિવાર ત્યાં પહેલેથી જ હાજર હતો. તેમના નિધન પછી અમે શોકમાં હતા, પરંતુ પ્રિયંકાએ આગ્રહ કર્યો હતો કે અમે પાર્ટી રાખીએ અને બધાને રોકાઈ જવા પણ આગ્રહ કર્યો હતો પ્રિયંકાએ લોકોને કહ્યું- ‘પાપા પણ એવું જ ઇચ્છતા હતા.’
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ લંડનની કડકડતી ઠંડીમાં કર્યું શૂટ, તસવીરો ખુશીથી શેર કરી…
મધુ ચોપરાએ આગળ કહ્યું હતું કે પ્રિયંકાનું માનવું હતું કે તેની માતાએ આ ક્ષણનો આનંદ માણવો જોઈએ, તેથી તેણે ડીજે અને સંગીત સાથે પાર્ટીનું આયોજન કર્યું હતું. જોકે, પરિવારના ઘણા સભ્યો આનાથી નાખુશ હતા. બીજી બાજુ, હું વિચારતી હતી કે મારી દીકરીએ મારા માટે આ બધું ગોઠવ્યું છે, મારા બાળકોએ મારા માટે ખૂબ મહેનત કરી છે.’
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાના પિતા ડૉ. અશોક ચોપરાનું કેન્સરની લાંબી બીમારી બાદ 2013માં અવસાન થયું હતું. તેઓ ભારતીય સેનામાં ડૉક્ટર હતા અને 62 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.