પ્રિયંકા ચોપરાની ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના સેટ પર ગ્લેમરસ એન્ટ્રી

મુંબઈઃ બોલીવુડની ટોચની અભિનેત્રી તરીકે ડંકો વગાડનાર અને હોલીવુડમાં પણ પોતાના અભિનયનો જાદુ પાથરનાર પ્રિયંકા ચોપરા હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફરી જોવા મળશે. હાલમાં પ્રિયંકા ચોપરા મુંબઈમાં છે અને તાજેતરમાં જ કપિલ શર્માના કોમેડી શો “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 4″ના સેટ પર જોવા મળી હતી. આ શોના સેટ પર આકર્ષક લૂકમાં પ્રિયંકા જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરા કપિલ શર્માના શો, “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 4″માં મહેમાન બનવાની છે. અભિનેત્રી આજે શૂટિંગ માટે શોના સેટ પર પહોંચી હતી. પ્રિયંકા ચોપરા સફેદ અને બ્લુ રંગના ઓફ-ધ-શોલ્ડર કોર્સેટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે મેચિંગ દુપટ્ટો પણ પહેર્યો હતો જે તેના દેખાવને પરંપરાગત સ્પર્શ આપી રહ્યો હતો.
આ પણ વાંચો : ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળશે મહિલા ક્રિકેટ ટીમ: શૂટિંગનો વીડિયો થયો લીક
પ્રિયંકા ચોપરાએ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, સ્મોકી આઇ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પૂરો કર્યો. અભિનેત્રી ખુબ સ્ટાઇલિશ લાગી રહી હતી. પ્રિયંકાએ સેટ પર પાપારાઝી માટે પોઝ આપ્યો હતો અને કપિલ શર્મા પણ તેની સાથે જોવા મળ્યો.
કપિલ બ્લેક પાર્ટી વેર આઉટફિટમાં હેન્ડશમ દેખાતો હતો. ફોર્મલ શૂઝ અને બ્રાઉન શેડ્સ સાથે તે એકદમ સુંદર દેખાતો હતો. નોંધનીય છે કે “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 4″ની જાહેરાત કરવામાં આવી છે. આ શો 20 ડિસેમ્બર, 2025થી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
આ પણ વાંચો : સિદ્ધુ-અર્ચનાની જોડી ફરી જમાવશે રંગ: ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ધમાકેદાર વાપસી…
પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વાપસી કરવા જઈ રહી છે. મહેશ બાબુ સ્ટારર આ ફિલ્મમાંથી પ્રિયંકાનો પહેલો લુક પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પ્રિયંકા મંદાકિનીની ભૂમિકા ભજવતી જોવા મળશે.



