મનોરંજન

પ્રિયંકા ચોપડાએ 835 કરોડના બજેટની આ ફિલ્મને નકારી?

પ્રિયંકા ચોપડાનું ભવ્ય કમબેક: SSMB29 માટે 'રામાયણ'ની ઓફર નકારી

મુંબઈ: હોલિવૂડ સહિત બોલિવૂડમાં પોતાની અદાથી અનોખી ઓળખ ઊભી કરનાર લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા પાછલા ઘણા સમયથી મોટા પદડાથી દૂર હતી. જ્યારે હવે તે ફરી એક વખત પોતાની આગવી અદા પાથરવા માટે મોટા પડદા પર કમબેક કરવાની તૈયારીઓ કરી રહી છે. પ્રિયંકા ચોપડા એસએસ રાજમૌલીની ફિલ્મ SSMB29માં મહેશ બાબુ સાથે ધમાકેદાર કમબેક કરવા જઈ રહી છે. પરંતુ આ વચ્ચે સૂત્રોનું માનીએ તો SSMB29 સાથે તેમણે પ્રિયંકાને નિતેશ તિવારીની 835 કરોડના બજેટવાળી ફિલ્મ ‘રામાયણ’ની ઓફર કરવામાં આવી હતી. જે તેણે નકારી કાઠી છે. જો કે, ચાહકો માટે આ સમાચાર આશ્ચર્યજનક છે, કારણ કે મેકર્સે તેને એક મહત્વના પાત્ર માટે પસંદ કર્યા હતા.

પ્રિયંકા ચોપડા લાંબા સમયથી ભારતીય ફિલ્મોમાં જોવા મળ્યા નથી. તેમણે પોતાના કમબેક માટે 1000 કરોડના બજેટવાળી એસએસ રાજમૌલીની ફિલ્મ SSMB29 પસંદ કરી છે, જેમાં તે મહેશ બાબુ સાથે જોવા મળશે. બીજી તરફ, નિતેશ તિવારીની ‘રામાયણ’ માટે પણ પ્રિયંકાને એક મહત્વના પાત્ર માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ઓફર નકારી દીધી. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામનું પાત્ર ભજવશે.

શૂર્પણખાનો રોલ પ્રિયંકાએ નકાર્યો

‘રામાયણ’ ફિલ્મ ભવ્ય સ્ટાર કાસ્ટને કારણે પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર (રામ), સાઈ પલ્લવી (સીતા), યશ (રાવણ) અને સની દેઓલ (હનુમાન)ના રોલમાં જોવા મળશે. એક મીડિયા અહેવાલ મુજબ, મેકર્સે પ્રિયંકાને શૂર્પણખાના રોલ માટે પસંદ કરી હતી અને આ અંગે ચર્ચા પણ કરી હતી. જોકે, ડેટ્સની સમસ્યાને કારણે પ્રિયંકાએ આ ઓફર નકારી, અને હવે આ પાત્ર રકુલ પ્રીત સિંહ ભજવશે, જે તેની તૈયારીમાં જોતરાઈ ગયા છે.

આ પણ વાંચો -‏‏‎ જૂન મહિનમાં આ OTT ફિલ્મ, વેબસિરિઝ લગાડશે જલસાનો તડકો

પ્રિયંકા ચોપડાનું ભારતીય સિનેમામાં કમબેક SSMB29 દ્વારા થવા જઈ રહ્યું છે, જેને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ગણવામાં આવે છે. આ ફિલ્મ માટે પ્રિયંકાએ 30 કરોડની મોટી ફી લીધી છે અને તે શૂટિંગ માટે ભારત આવી રહી છે. ચાહકો મહેશ બાબુ અને પ્રિયંકાને એકસાથે જોવા માટે ઉત્સુક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button