Priyanka Chopraના ફેન્સને એ ફોટો જોઈને થઈ ચિંતા, કહ્યું આ શું…
બોલીવૂડમાં પોતાના નામનો ડંકો વગાડ્યા બાદ હવે દેસી ગર્લ તરીકે ઓળખાતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રા (Priyanka Chopra) હોલીવૂડમાં પોતાના નામનો ડંકો વગાડી રહી છે. પરંતુ હાલમાં જ એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે આ ફોટો જોઈને ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે. આ ફોટોમાં પીસીના ચહેરા પર લોહી જોવા મળી રહ્યું છે.
હાલમાં પીસી તેની હોલીવૂડ ફિલ્મ બ્લફ (Film Bluff)ને લઈને ચર્ચામાં છે. પ્રિયંકા ચોપ્રા સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને સતત કંઈકને કંઈક અપડેટ્સ શેર કરતી જ હોય છે. હવે ફરી આ ફિલર્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
પોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. દેસી ગર્લે હાલમાં જ સેટ પર બિહાઈન્ડ ધ સીન ફોટો શેર કર્યા છે અને આ ફોટોમાં પીસીના ચહેરા પર લોહી જ લોહી જોવા મળી રહ્યું છે. જોકે, આ લોહી ખોટું છે અને આ જોઈને એક વાતનો અંદાજો તો આવી જ જાય છે કે પીસીએ જબરજસ્ત એક્શનસીન શૂટ કર્યું છે.
આ સિવાય પીસીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બીજા પણ કેટલાક ફોટો શેર કર્યા છે જેમાંથી એક ફોટોમાં તેના હાથ ઘણા બધા કટ્સ અને ડાઘ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ઓસ્કાર નોમિનેટેડ ડોક્યુમેન્ટરી ઉપર બનનારી ફિલ્મમાં પ્રિયંકા ચોપ્રાની આ ભૂમિકા…
પ્રિયંકાએ આ ફિલ્મ માટે ખાસ્સી મહેનત કરી છે અને તે સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયો ક્લિપમાં પીસી ખૂબ જ મજાકિયા અંદાજમાં પોતાના હેયર ડ્રેસરને પૂછે છે કે તું બળી ગયેલાં વાળ કઈ રીતે ઓળે છે? ત્યાર બાદ તે સેટ પરનો પોતાનો મજેદાર એક્સપિરીયન્સને ગ્લેમરસ લાઈફ કહે છે.
પીસીએ શેર કરેલાં ફોટોમાં તેના ચહેરા પર આ આટલું લોહી ક્યાંથી આવ્યું? બીજા એક યુઝરે લખ્યું હતું કે હું બ્લફ જોવા માટે રાહ જોઈ શકું એમ નથી. બેસ્ટ વિશેઝ.. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે આ ફિલ્મ છે અસલી જાદું ચોથા યુઝરે લખ્યું છે કે પોતાનું ધ્યાન રાખો ક્વીન…
ફિલ્મ ધ બ્લફની વાત કરીએ તો આ ફિલ્મ અમેરિકન સ્વાશબકલર ડ્રામ છે અને એની સ્ટોરી 19મી સદીના કેરેબિયનમાં સ્થાપિત એક ભૂતપૂર્વ મહિલા સમુદ્રી ડાકુની આસપાસ ફરે છે. પીસીએ આ મહિલા ડાકુનો રોલ કર્યો છે.