મનોરંજન

હવે આ સાંસદે ’12th Fail’ ફિલ્મના અભિનેતાના કર્યા ભરપેટ વખાણ

મુંબઈ: અભિનેતા વિક્રાંત મેસ્સીની ’12th Fail’ ફિલ્મમાં તેના કામને લઈને જોરદાર ચર્ચામાં છે. ફિલ્મમાં વિક્રાંતે મનોજ કુમાર શર્મા નામના આઇપીએસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં વિક્રાંતના અભિનયને અને અભિનેતા અને રાજનેતાઓએ બિરદાવીને આ ફિલ્મ એક સાચી પ્રેરણા આપતી ફિલ્મ ગણાવી હતી. હવે શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિક્રાંત મેસ્સીના કામકાજ અને તેના સાદગીના વખાણ કરતી એક પોસ્ટ શેર કરી છે.

19 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર વિક્રાંત મેસ્સીનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે જેટલું વધારે હું વિક્રાંત મેસ્સીને સાંભળું છું, એટલા હું તેની જર્ની અને સકસેસનું સન્માન કરું છું, તમે સાથે એક ઇન્સ્પિરેશન છો.

આ વીડિયોમાં વિક્રાંત તેમના પાસ્ટ બાબતે કહેતો દેખાઈ રહ્યો છે. તેણે કહ્યું હતું કે એક વખત તેણે મિત્રોને ઘરે જમવા માટે બોલાવ્યો હતો. મારી મમ્મી ખૂબ જ સરસ જમવાનું બનાવે છે એટ્લે મેં મિત્રોને જમવા બોલાવ્યા હતા, પણ જ્યારે મિત્રોએ મારા ઘરની હાલત જોઈ ત્યારે તેઓએ મારી સાથેનું વર્તન બદલી નાખ્યું હતું. લોકોએ મારા ઘર આવું છે અને એવું છે આવું છે એવું પણ અને તેને જોઈને એવું લાગતું નથી એવી બધી વાતો પણ કરી હતી.

મે 24ની ઉંમરે ટીવીમાં કામ કરીને પોતાનું નામ કમાવ્યું હતું. મારી પાસે 35 લાખ રૂપિયા મહિનાનો કોન્ટ્રાક્ટ હતો, પણ મે તેને છોડી દીધો, પૈસાથી ઊંઘ નથી આવતી એટલે હવે હું થોડું સારું કામ કરી શાંતિ શોધી રહ્યો છું એવું વિક્રાંત મેસ્સીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button