Priyanka Chopra આટલી હૉટ તો ફિલ્મોમાં પણ નથી દેખાઈ, સાથે જોઈલો દીકરી માલતીની મસ્તી પણ
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ અને દીકરી માલતી સાથેના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કપલ અને ટબૂડીના ફોટા ઈન્ટરેસ્ટિંગ છે, પણ સૌનું ધ્યાન જતું હોય તો પ્રિયંકા ચોપરા પર જાય છે અને તે સ્વાભાવિક છે કારણ કે એક દીકરીની મમ્મી પ્રિયંકા બિકનીમાં જેટલી હૉટ અને સેક્સી લાગી રહી છે, તે જોઈ કોઈના પણ પરસેવા છૂટી જાય તેમ છે.
પ્રિયંકા તાજેતરમાં ન્યૂ યોર્ક ખાતેની એક ઈવેન્ટમાં જોવા મળી હતી. ત્યારબાદ તે ફ્રાન્સ પરિવાર સાથે વેકેશન એન્જોય કરવા ગઈ હતી. અહીં તેણે દરીયાકિનારે પતિ સાથે અમુક તસવીરો ખેંચી હતી અને તે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેની તસવીરોમાં તે કેટલી મેઈનટેઈન્ડ છે તે નજર આવે છે. બ્લેક બ્યૂટી તરીકે જાણીતી પ્રિયંકા એકદમ યંગ અને પરફેક્ટ ફિગર સાથે દેખાઈ રહી છે.
તો બીજી બાજુ તેણે દીકરી માલતી સાથેની તસવીરો પણ શેર કરી છે. માલતી ખૂબ ક્યૂટ લાગે છે. એક તસવીરમાં તે મમ્મીના વાળ સાથે રમતી દેખાઈ રહી છે. દીકરીને પ્રિયંકાને ભૂત જેવી બનાવી દીધી છે.
આપણ વાંચો: OMG! પ્રિયંકા ચોપરા આ ગંભીર બીમારીથી પીડિત છે?
પ્રિંયકાની આ તસવીરો જોઈ તેનાં ફેન્સ ફરી તેના પ્રેમમાં પડી ગયા છે. થોડા દિવસો પહેલા તે ભાઈના લગ્નમાં આવી હતી ત્યારે ઈન્ડિયન આઉટફીટમાં પણ એટલી જ બ્યુટીફુલ લાગતી હતી.
પ્રિયંકા બોલીવૂડથી દૂર છે, પણ હૉલીવૂડમાં ઘણી એક્ટિવ છે. આ સાથે તે પતિ અને દીકરી સાથે પણ ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરતી દેખાય છે.