'આનું પેન્ટ ઉતારો': પૂજા ભટ્ટના શોમાં મહેશ ભટ્ટે જણાવી પોતાના બાળપણની ચોંકાવનારી વાત | મુંબઈ સમાચાર
મનોરંજન

‘આનું પેન્ટ ઉતારો’: પૂજા ભટ્ટના શોમાં મહેશ ભટ્ટે જણાવી પોતાના બાળપણની ચોંકાવનારી વાત

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ તેમની સ્પષ્ટવક્તા અને અંગત જીવનના ખુલાસાઓ માટે જાણીતા છે. તાજેતરમાં, તેમણે તેમની પુત્રી પૂજા ભટ્ટના શો, ‘ધ પૂજા ભટ્ટ શો’ માં બાળપણની એક ચોંકાવનારી અને પીડાદાયક ઘટનાનું વર્ણન કર્યું, જે તેમને આજે પણ કંપાવી મૂકે છે.

‘ધ પૂજા ભટ્ટ શો’માં મહેશ ભટ્ટે પોતાના બાળપણનો એક પ્રસંગ યાદ કર્યો હતો. કિશોરાવસ્થા દરમિયાન ચાર છોકરાઓએ તેમને ઘેરી લઈને અભદ્ર વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ તેઓને માનસિક રીતે ભાંગી નાખ્યા હતા.

આપણ વાંચો: સૈયારાના ડિરેક્ટર મોહિતી સૂરીએ કેમ યાદ કરી મહેશ ભટ્ટની આશિકીને

ચાર છોકરાઓએ મહેશ ભટ્ટને ઘેરી લીધા

પોતાના જીવનના મોટા વળાંક સમી ઘટના અંગે જણાવતા મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે, “એક સાંજે, ચાર મોટા છોકરાઓએ અચાનક મને ઘેરી લીધો. તેમણે મને જોરથી પકડીને મારું માથું દીવાલ સાથે દબાવી દીધું. હું ડરી ગયો હતો અને મારા અંતરમાંથી અવાજ નિકળ્યોો, ‘હે ભગવાન, મને બચાવો. પરંતુ ભગવાન ચૂપ રહ્યા. મને એ સમજવામાં વર્ષો લાગ્યા કે, કોઈ ભગવાન હોતા નથી, માણસે જાતે બચવું પડે છે. હું તેમને વિનંતી કરવા લાગ્યો કે

આનું પેન્ટ ઉતારો

મહેશ ભટ્ટે આગળ જણાવ્યું કે, મેને ઘરે જવા દો, હું તેમને વિનંતી કરવા લાગ્યો. મને એમ હતું કે કોઈ રાહદારી આવીને મારી મદદ કરશે. પરંતુ એવું પણ થયું નહીં. મને ઘેરીને ઉભેલા છોકરાઓ પૈકીના એક છોકરાએ કહ્યું કે તેનું પેન્ટ ઉતારો. આ સાંભળીને હું ગભરાઈ ગયો. તે બદમાશો મારું પેન્ટ ઉતારે એ પહેલા મેં મોટા અવાજે તેમને પૂછ્યું કે તેઓ મારી સાથે આવું કેમ કરી રહ્યા છે?”

આપણ વાંચો: વાત સાચી છે? આલિયાની ફિલ્મ જિગરા પપ્પા મહેશ ભટ્ટની આ ફિલ્મનું એડોપ્શન છે…

તારી માતા મુસ્લિમ છે, તો તારું નામ મહેશ કેમ છે

મહેશ ભટ્ટના આ સવાલનો જવાબ આપતા તે બદમાશ છોકરાઓએ કહ્યું હતું કે, “અમે જોવા માંગીએ છીએ કે તું અમારા જેવો છે કે નહીં. શું તારી માતા તારા પિતાની રખાત તો નથી? તે મુસ્લિમ છે અને સસ્તી ફિલ્મોમાં ડાન્સ કરે છે. તો તારું નામ મહેશ કેમ છે? બદમાશ છોકરાઓના મોંઢે આ વાત સાંભળીને મહેશ ભટ્ટ રડી પડ્યા હતા.

મહેશ ભટ્ટે તે બદમાશોને ધમકી આપી કે, હું મારા પિતાને તમારી ફરિયાદ કરીશ. પરંતુ બદમાશો પોતાની વાત પર અડ્યા રહ્યા. તેમણે હસીને પૂછ્યું કે, “તો અમને કહે કે તે ક્યાં છે? તે ક્યાં રહે છે? જો તું સાચું કહીશ તો અમે તને જવા દઈશું.”

મહેશ ભટ્ટે જણાવી પરિવારની ખાનગી વાત

બદમાશ છોકરાઓના આ પ્રશ્નોથી મહેશ ભટ્ટના પરિવારમાં છુપાયેલા ઘાવ વધુ ગાઢ બન્યા. મહેશ ભટ્ટે સંકોચ સાથે જણાવ્યું કે, “મારા પિતા અમારી સાથે રહેતા નથી. તેઓ તેમની બીજી પત્ની અને માતા સાથે અંધેરીમાં રહે છે.” આ સાંભળીને વાતાવરણ બદલાઈ ગયું અને તે બદમાશોએ મને જવાનો સંકેત આપ્યો.

મહેશ ભટ્ટે કહ્યું કે આ ઘટના પછી મને લાગ્યું કે, મેં મારા પરિવારની ખાનગી વાતો જાહેર કરીને મારી માતા સાથે દગો કર્યો છે. આ કારણોસર મારી માતા સાથેના મારા સંબંધો કાયમ માટે બદલાઈ ગયા. કારણ કે મારા માતાને લાગી રહ્યું હતું કે, મેં મારા પરિવારનું રહસ્ય ઉજાગર કરીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button