મનોરંજન

બોલો કોણ છે ડાન્સર નંબર-1ઃ Pretty Zinta કે Nora Fatehi ?

1980માં આવેલી ફિલ્મ કુરબાનીનું લૈલા ગીત લૈલા આજે પણ તેનો ફેવરિટ ડાન્સ નંબર છે. ફિલ્મ રઈઝમાં સન્નીએ ફરી તેને લાઈવ કર્યું હતું. આ ફેવરિટ ડાન્સ નંબર પર બોલિવૂડની બે દિવાઓ એવી રીતે ડાન્સ કરી રહી છે કે તમે પણ તેને જોઈને ઘાયલ થઈ જશો.

જ્યારે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ આઈટમ સોંગ પર ડાન્સ કરવાની વાત આવે છે, તો આ ગીત ચોક્કસપણે પ્લે લિસ્ટમાં હોય છે. હા, અમે વાત કરી રહ્યા છીએ 1980માં આવેલી ફિલ્મ કુરબાનીના ગીત લૈલા મેં લૈલા ઐસી હૂં લૈલાની, જેના પર ઘણા લોકોએ ડાન્સ કર્યો છે અને ઘણી રિમેક પણ બની છે.

એ જ રીતે, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડની બે મહિલાઓ એટલે કે પ્રીતિ ઝિંટા અને નોરા ફતેહી ડાન્સ કરી રહી છે અને આ ગીત પર તમને કોના ડાન્સ મૂવ્સ સૌથી વધુ ગમે છે તે તમારે અમને કૉમેન્ટ બૉક્સમાં લખી મોકલવાનું છે.

આઈફાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઓફિશિયલ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રીતિ ઝિન્ટા લૈલા મેં લૈલા ગીત પર ડાન્સ કરી રહી છે. તેણે કાળા રંગનો ડ્રેસ પહેર્યો છે અને તે આ ગીત પર ખૂબ જ આકર્ષક અંદાજમાં ડાન્સ કરી રહી છે. બીજી તરફ, આ વીડિયોમાં બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી આ ગીત પર પોતાની સિઝલિંગ સ્ટાઈલમાં ડાન્સ કરી રહી છે અને પોતાની મૂવ્સથી આ ડાન્સમાં ચાર્મ ઉમેરી રહી છે.

નોરા ફતેહી અને પ્રીતિ ઝિન્ટાના ફેસ ઓફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સેંકડો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. યુઝર્સ આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે, એક યુઝરે લખ્યું કે પ્રીતિ ઝિન્ટાનું પરફોર્મન્સ ખૂબ જ સુંદર છે, તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે નોરા ફતેહી ડાન્સમાં બેસ્ટ છે, તેના ડાન્સ મૂવ્સ બેસ્ટ છે. હવે બધાની પોતપોતાની પસંદ હોય છે. તમે કહો તમને કોણ ગમે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button